બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 100 km speed wind blew in Jamnagar rain: Dhanadhan in Dwarka rain

મેઘમહેર / જામનગર પંથકમાં વરસાદ સાથે ફૂંકાયો 100 કિમીની ઝડપે પવન: દ્વારકા,પોરબંદર,બોટાદ,બરવાળામાં દે ધનાધન, જાણો નવી આગાહી

Kishor

Last Updated: 07:42 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર, ગીર સોમનાથ,પોરબંદર, દ્વારકા સહીતના વિસ્તારોમાં આજે મેઘમહેર થઇ છે. જેને લઇને ખેતીમાં મુરઝાતી મોલાતોને નવજીવન મળ્યું છે.

  • રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
  • જામનગર,પોરબંદર સહીતના વિસ્તારોમાં મેઘમહેર 
  • 100 કિમીની ઝડપે પવન ફૂંકાતા વાવાજોડા જેવી સ્થિતિ સર્જાઇ 

લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘો સટાસટી બોલાવે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી શક્યતાને લઈને ખેડૂતોને પણ સોનેરી આશા બંધાઈ છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવાને કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની વકી છે. જ્યારે વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. વધુમાં આજે ગાંધીનગર અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.

જામનગરમાં વાવાઝોડા જેવી સ્થિતિ

  • જામનગરના અરલા ગામે વરસાદ સાથે 100ની ઝડપે પવન ફૂંકાતા વાવાજોડા જેવી સ્થિતિ સર્જાઇ હતી. 
  • ગીર સોમનાથના વેરાવળમાં પણ તેજ પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકયો હતો.
  • પોરબંદરના બરડા પંથકમાં અડવાણા, સોઢાણા, ભેટકડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.
  • દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભોગાત,કુરંગા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. 
  • બોટાદ અને બરવાળાના કાપડિયાળી, ખમીદાણા, વહીયા, રોજીદ, કુંડળ, રામપરા સહીતના વિસ્તારમા ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું.

ભારેથી અતિભારે વરસાદ થશે:અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે એવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ