બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / 100 hour complete of russia invade in ukrain who concern over oxygen crisis

જંગ / ભારે કરી! હજુ તો યુદ્ધનું સંકટ શમ્યું નથી ત્યાં તો યુક્રેનના માથે આવી વધુ એક આફત, WHOની ગંભીર ચેતવણી

Dhruv

Last Updated: 03:47 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં રશિયા- યુક્રેન વચ્ચેના યુદ્ધથી યુક્રેનના નાગરિકો સતત ભયમાં જીવી રહ્યાં છે એવામાં (Ukraine) માં યુદ્ધ દરમ્યાન હોસ્પિટલોમાં ઓક્સિજનના સપ્લાયની હવે ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. આ મામલે ખુદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ પણ ચેતવણી આપી છે.

  • યુક્રેનના નાગરિકોને લઇને WHOએ વ્યક્ત કરી આશંકા
  • હોસ્પિટલોને તાત્કાલિક ધોરણે ઓક્સિજન સપ્લાય નહીં કરાય તો....
  • યુક્રેનમાં 600 હોસ્પિટલ છે કે જ્યાં હજુ પણ કોરોનાના 1700 દર્દીઓ દાખલ

WHOએ ચેતવણી આપતા જણાવ્યું કે, 'જો કીવ (Kyiv) સહિત અન્ય શહેરોની હોસ્પિટલો સુધી તત્કાલિક ધોરણે ઓક્સિજનને સપ્લાય નહીં કરવામાં આવે તો યુક્રેનવાસીઓ માટે તે ભારે ખતરનાક સાબિત થઇ શકે છે.

Oxygen

યુક્રેનમાં હવે ઉભું થયું શ્વાસ લેવાનું સંકટ

WHO ના જણાવ્યાં અનુસાર, યુક્રેનમાં 600 હોસ્પિટલ છે. જ્યાં હજુ પણ કોરોનાના 1700 દર્દીઓ દાખલ છે.  WHO એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, 'કોરોના દર્દીઓ સિવાય યુક્રેનમાં નવજાત શિશુઓ, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધને પણ સમય-સમય પર ઓક્સિજનની જરુરિયાત પડી શકે છે. યુદ્ધ વચ્ચે લોકોની મનોદશા પર પડનારી અસરના કારણે હાલત વધારે ચિંતાજનક થઇ ગઇ છે.'

વિષમ પરિસ્થિતિના કારણે ત્યાંની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન લગભગ ખતમ થઇ ચૂક્યો છે. ઓક્સિજન જનરેટર પ્લાન્ટથી હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડવામાં પણ ટ્રકોને મોટી સમસ્યા આવી રહી છે.

world health organization

વિજળીનું સંકટ પણ મંડરાયેલું

યુક્રેન પર રશિયાના હુમલાના 100 કલાક પૂર્ણ થઇ ચૂક્યાં છે. આજે રશિયાના હુમલાને પાંચમો દિવસ થઇ ગયો છે. દેશભરમાં આવેલા આ સંકટ વચ્ચે યુક્રેનમાં વિજળીની સમસ્યા સર્જાઇ રહી છે. આ કારણોસર પણ ત્યાંની હોસ્પિટલોમાં એટલે કે સ્વાસ્થ્ય સેવાઓ પર ગંભીર સંકટ સર્જાઇ રહ્યું છે. આ જ રીતે એમ્બ્યુલન્સના આધારે દર્દીઓને એક સ્થળેથી અન્ય જગ્યાએ શિફ્ટ કરતી વેળાએ તેની પર સતત ફાયરિંગનો ખતરો વધી ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ