બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 10 year old Rahul who fell into a borewell in Chhattisgarh was successfully rescued

બચાવ / છત્તીસગઢમાં 104 કલાકથી ચાલતા રેસ્ક્યૂ ઓપરેશનનો સુખદ અંત, રાહુલે મોતને આપી મ્હાત

ParthB

Last Updated: 07:53 AM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢના જાંજગીર ચાંપામાં બોરવેલમાં ફસાયેલા રાહુલનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ગયું છે. રાહુલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે.

  • CM ભૂપેશ બઘેલે ટ્વીટ કરી બચાવ ટીમની પ્રશંસા કરી 
  • રાહુલને 104 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કઢાયો
  • સેનાના જવાન ગૌતમ સૂરીએ આ માહિતી આપી હતી

છત્તીસગઢના જાંજગીર ચાંપામાં બોરવેલમાં ફસાયેલા રાહુલનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું થઈ ગયું છે. લગભગ 104 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ રાહુલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. CM ભૂપેશ બઘેલે રાહુલની બહાર થવા પર ખુશી વ્યક્ત કરી છે. જણાવ્યું હતું કે, પડકાર મોટો હતો પરંતુ અમારી રેસ્ક્યુ ટીમે સારું કામ કર્યું.

CM ભૂપેશ બઘેલે ટ્વીટ કરી બચાવ ટીમની પ્રશંસા કરી 

CM ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું, 'સૌની પ્રાર્થના અને બચાવ ટીમના અથાક, સમર્પિત પ્રયાસોને કારણે રાહુલ સાહુને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અમારી ઈચ્છા છે કે તે જલદીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય.

CM બઘેલે અન્ય એક ટ્વિટમાં લખ્યું, 'અમારું બાળક ખૂબ બહાદુર છે. એક સાપ અને દેડકા તેની સાથે ખાડામાં 104 કલાક તેના સાથી હતા. આજે આખું છત્તીસગઢ તહેવારની ઉજવણી કરી રહ્યું છે, અમે બધા જલ્દીથી હોસ્પિટલમાંથી સંપૂર્ણ રીતે પાછા ફરવા ઈચ્છીએ છીએ. આ કામગીરીમાં સામેલ તમામ ટીમને ફરી અભિનંદન અને આભાર.

રાહુલની હાલત હવે કેવી છે?

CMOના જણાવ્યા અનુસાર રાહુલની હાલત હવે સ્થિર છે. એમ્બ્યુલન્સના ડોક્ટરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બીપી, સુગર, હાર્ટ રેટ નોર્મલ છે અને ફેફસાં પણ સાફ છે. બિલાસપુરની અપોલો હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે 

સેનાના જવાન ગૌતમ સૂરીએ આ માહિતી આપી હતી

માહિતી આપતાં આર્મી જવાન ગૌતમ સૂરીએ કહ્યું, 'આ એક ખૂબ જ પડકારજનક ઓપરેશન હતું. ટીમના સભ્યોના સંયુક્ત પ્રયાસથી રાહુલને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો હતો. આપણા બધા માટે આ એક મોટી સફળતા છે. અહીં લગભગ 25 આર્મી ઓફિસર તૈનાત હતા.

જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર શુક્લાએ કહી આ વાત  

આ સાથે જ જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર શુક્લાએ કહ્યું કે, 'અમે જીત્યા છીએ, અમારી ટીમ જીતી છે. તે એક પડકારજનક પરિસ્થિતિ હતી. સીએમ ભૂપેશ બઘેલ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. અમે રાહુલને સીધા બિલાસપુરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

10 year old boy Borewell Rescued chhattisgarh છત્તીસગઢ બચાવ બોરવેલ Chhattisgarh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ