1 Indian missing, 10 stuck in remote parts of Turkey, MEA says
કુદરતી આફત /
તુર્કી ભૂકંપમાં ફસાયા 10 ભારતીયો, એક ગુમ, જાણો કેવી હાલતમાં છે, સરકારે આપ્યું મોટું અપડેટ
Team VTV09:12 PM, 08 Feb 23
| Updated: 09:36 PM, 08 Feb 23
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે થયેલી તબાહીમાં 10 ભારતીયો ફસાયા છે અને તેમાંથી 1 ગુમ થયો છે તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.
તુર્કી ભૂકંપમાં ફસાયા 10 ભારતીયો
બિઝનેસ મીટિંગ માટે ગયેલા એક ભારતીય બન્યો લાપત્તા
બાકીના 9 સુરક્ષિત છે પરંતુ દૂરના વિસ્તારમાં ફસાયા છે
તુર્કી-સીરિયામાં 11000થી વધુ લોકોના મોત
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે થયેલી તબાહીમાં 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું છે કે તુર્કીના દૂરના વિસ્તારમાં 10 ભારતીયો પણ ફસાયેલા છે અને સુરક્ષિત છે પરંતુ એકની હજુ સુધી ભાળ મળી નથી. આ અંગે પરિવારને જાણ કરવામાં આવી છે.
As part of the ongoing #OperationDost, the IAF has been transporting relief material, critical life-saving equipment & personnel to Türkiye & Syria. So far, six aircraft have undertaken these round-the-clock life-saving missions: Indian Air Force
વિદેશ મંત્રાલયના સચિવે આપી માહિતી
બુધવારે વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્માએ કહ્યું કે અમે આ સમગ્ર મામલાને લઈને તુર્કીના અદાનામાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. તેમણે કહ્યું કે એક ભારતીય જે ગુમ છે તે બિઝનેસ મીટિંગમાં ગયો હતો. અમે તેના પરિવાર અને કંપની સાથે સંપર્કમાં છીએ. સંજય વર્માએ કહ્યું કે તુર્કીમાં 1939 બાદ આ સૌથી મોટી કુદરતી આફત છે. અમને સહાય માટે તુર્કી તરફથી એક ઈમેઇલ મળ્યો છે અને દિલ્હીથી તુર્કી સુધીની પ્રથમ એસએઆર ફ્લાઇટ્સ મીટિંગના 12 કલાક પછી રવાના થઈ છે. આ પછી, આવી 4 ફ્લાઇટ્સ મોકલવામાં આવી હતી, જેમાંથી 2 એનડીઆરએફની ટીમો સાથે હતી અને 2 માં તબીબી ટીમો હતી. તબીબી પુરવઠો અને સાધનો સાથેનું એક વિમાન પણ સીરિયા મોકલવામાં આવ્યું હતું.
તુર્કી-સીરિયામાં ભૂકંપથી 11,000થી વધુ લોકોના મોત
સીરિયા અને તુર્કીમાં સોમવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બચાવ કાર્ય ચાલી રહ્યું છે પરંતુ હિમવર્ષાના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે.