બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 1 crore worth of grain missing from Ranawav government godown

કૌભાંડ / ગરીબોના પેટનો રોટલો કેમ છીનવો છો? રાણાવાવમાં એક કરોડનું અનાજ ગાયબ કરી મેનેજર ફરાર

Malay

Last Updated: 03:01 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાણાવાવના સરકારી ગોડાઉનમાંથી 1 કરોડનું અનાજ ગાયબ થઈ ગયું છે. ઓડિટ દરમિયાન ઘઉં, ચોખા અને ખાંડનો મોટો જથ્થો ગાયબ થયાનો ખુલાસો થતાં ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી છે.

 

  • રાણાવાવ સરકારી ગોડાઉનમાંથી 1 કરોડનું અનાજ ગાયબ
  • અનાજ ગાયબ થવા સાથે ગોડાઉન મેનેજર પણ ફરાર
  • ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથધરી

વડોદરામાં બાદ હવે પોરબંદરના રાણાવાવમાંથી અનાજનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે બાદ જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.  રાણાવાવના સસ્તા અનાજના ગોડાઉનમાંથી અનાજના મસમોટા જથ્થાની ઘટ સામે આવતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને તપાસ શરૂ કરી છે. 

1 કરોડનું અનાજ ગાયબ
રાણાવાવ સરકારી ગોડાઉન ખાતેથી ઘઉં, ચોખા અને ખાંડના મોટા જથ્થાનો હિસાબ ન મળતા ગાંધીનગરના પુરવઠા નિગમના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ઓડિટ દરમિયાન ગોડાઉનમાંથી ઘઉંના 7000 કટ્ટા, ચોખા અને ખાંડના 22 કટ્ટાનો હિસાબ ન મળતા અંદાજે 1 કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે.  

અનાજ ગાયબ થવા સાથે ગોડાઉન મેનેજર પણ ફરાર
આ કૌભાંડ બહાર આવ્યા બાદ ગોડાઉનના મેનેજર અશ્વિન ભોંય ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમનો ફોન પણ બંધ આવી રહ્યો છે. ગાંધીનગર પુરવઠા નિગમની ટીમ સહિત અન્ય જિલ્લાની ટીમ દ્વારા રાણાવાવ સરકારી ગોડાઉન સીલ મારી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ આ કોભાંડમાં જવાબદાર કોણ છે તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

જવાબદાર સામે કરાશે કાર્યવાહીઃ જિલ્લા પુરવઠા અધિકારી
આ મામલે પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી હિરલ દેસાઈએ જણાવ્યું કે, આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જવાબદારો સામે પોલીસ કેસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર નિગમ ખાતે મોકલવામાં આવશે. 

વડોદરામાંથી પણ બહાર આવ્યું હતું કૌભાંડ 
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. જે સમગ્ર કૌભાંડ આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે બહાર આવ્યું હતું. એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવાયાની આશંકા સામે આવી હતી. થમ્બ ડિવાઈસ અને લેપટોપના અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ હતી. કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકારે સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે વડોદરામાં અનાજ કૌભાંડને લઈ VTVની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો . 

અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ખુલાસો 
VTV ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી તપાસમાં તપાસ કરનાર અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ઘટસ્પોટ થયો હતો. જે જગ્યા પર પુરવઠાના તપાસ અધિકારી નથી પહોંચ્યા ત્યાં VTVની ટીમ પહોંચી હતી. અહીં રેશન કાર્ડ ધારકોને તપાસ અધિકારી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાશન કાર્ડધારકે કહ્યું હતું કે, અમે ક્યારેય સસ્તા અનાજની દુકાન જોઈ નથી. અમે દુકાને નથી ગયા તો અમારૂં અનાજ કોણ લઇ ગયું? પરિવારમાં 6 સભ્યો છે તો 8 લોકોનું અનાજ કોણે વિતરણ કર્યું?. અમારા ઘરે પુરવઠા ઇન્સ્પેકટર કે તપાસ અધિકારી તપાસ કરવા આવ્યા જ નનથી. તપાસ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ. 

સળગતા સવાલો
- ગરીબોનું અનાજ ખાનારા કોણ છે?
- ગરીબોનું અનાજ ખાનારા લોકોને સજા ક્યારે મળશે?
- ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી?
- ભ્રષ્ટાચારીઓને કાયદાનો ભય કેમ નથી રહ્યો?
- ગોડાઉનના મેનેજરની ધરપકડ ક્યારે થશે?
- શું કોઈ ગોડાઉનના મેનેજરને બચાવ કરે છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ