બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / You can invest in this scheme by making small savings

તમારા કામનું / દર મહિને 5000 પેન્શન! એ માટે રોજ જમા કરવા પડશે માત્ર આટલાં રૂપિયા, ઘડપણ સુધરી જશે

Sanjay Vibhakar

Last Updated: 11:00 AM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વૃદ્ધ ઈચ્છે છે કે તેમણે વૃદ્ધાવસ્થામાં આર્થિક સમસ્યાઓ ન ભોગવવી પડે. તેથી તેઓ તેમની કમાણીમાંથી થોડી-થોડી બચત પણ કરે છે.

  • સરકાર તરફથી એક યોજના બહાર પાડવામાં આવી છે
  • તમારે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવું જોઈએ
  • મહિને 5000 રૂપિયા સુધી પેન્શન મેળવી શકો છો

દરેક વૃદ્ધ માટે પેન્શનએ વૃદ્ધાવસ્થાનો સહારો હોય છે. દરેક વૃદ્ધ ઈચ્છે છે કે તેમણે વૃદ્ધાવસ્થામાં આર્થિક સમસ્યાઓ ન ભોગવવી પડે. તેથી તેઓ તેમની કમાણીમાંથી થોડી-થોડી બચત પણ કરે છે. આ સાથે તેઓ કોઈ એવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારે છે, જેથી તેમણે અન્ય કોઈ પર નિર્ભર ન રહેવું પડે. જો તમે યુવાન હોય તો તમારી કમાણીમાંથી થોડી-થોડી રકમ ભેગી કરીને તમે તમારા વૃદ્ધાવસ્થા માટે પૈસા જમાં કરી શકો છો. તેથી વૃદ્ધાવસ્થામાં કોઈ વ્યક્તિ પર નિર્ભર રહેવું નહીં પડે. સરકાર તરફથી એક યોજના બહાર પાડવામાં આવી છે. જેનું નામ છે અટલ પેન્શન યોજના [Atal Pension Yojana]. હાલ તે ખૂબ લોકપ્રિય છે. 

અટલ પેન્શન યોજના
તમને વૃદ્ધાવસ્થામાં કોઈ આર્થિક સમસ્યા ન થાય તે માટે તમારે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવું જોઈએ. આ એક પેન્શન યોજના છે. તમે આ યોજનામાં નાની બચત કરીને રોકાણ કરી શકો છો. રોકાણ પ્રમાણે દર મહિને 1000 થી 5000 રૂપિયા સુધી પેન્શન મેળવી શકો છો. આ યોજનામાં રોકાણ માટે તમારી ઉંમર 18 થી 40 વર્ષ સુધીની હોવી જોઈએ. 

આ રીતે રોકાણ કરી શકો 
તમારે આ યોજનામાં 20 વર્ષ સુધી રોકાણ કરવું પડશે. ત્યારબાદ તમને પેન્શન મળવાનું ચાલુ થશે. જો તમે 40 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું ચાલુ કરો છો તો તમારે 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવું પડશે. આ યોજનામાં રોકાણ કરવાથી તમને માત્ર પેન્શન જ નહીં પણ અન્ય ફાયદાઓ પણ મળે છે. તમે આ યોજનામાં રોકાણ કરીને 1.5 લાખ સુધી કરની બચત કરી શકો છો. આ કર લાભ આવકવેરાની કલમ 80C હેઠળ આપવામાં આવેલ છે. 

વાંચવા જેવું: નોકરીયાત વર્ગ ઇચ્છે તો આ 10 ટિપ્સથી બચાવી શકે પોતાનો ઇન્કમટેક્સ, બસ રિટર્ન ફાઈલ કરતા પહેલા આટલું ધ્યાનમાં રાખવું

5000 રૂપિયા સુધી પેન્શન મેળવો 
જો તમે 18 વર્ષની ઉંમરથી યોજનામાં દર મહિને 210 રૂપીયાનું રોકાણ કરો છો તો તમે 60 વર્ષની ઉંમર પછી મહિને 5000 રૂપિયા સુધી પેન્શન મેળવી શકો છો. જો તમે દર મહિને આ યોજનામાં 42 રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 60 વર્ષની ઉંમર પછી મહિને 1000 રૂપિયાનું પેન્શન મળશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Atal Pension Yojana Utility અટલ પેન્શન યોજના પેન્શન રોકાણ Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ