બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / If the working class wants, they can save their income tax with these 10 tips

ફાયદાની વાત / નોકરીયાત વર્ગ ઇચ્છે તો આ 10 ટિપ્સથી બચાવી શકે પોતાનો ઇન્કમટેક્સ, બસ રિટર્ન ફાઈલ કરતા પહેલા આટલું ધ્યાનમાં રાખવું

Sanjay Vibhakar

Last Updated: 09:11 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરિષ્ઠ નાગરિક બચત યોજનાનાં માધ્યમથી કરની બચત થઈ શકે છે. આ યોજના 5 વર્ષ માટે હોય છે. આ યોજનાનો લાભ 60 વર્ષની ઉંમરના લોકોને મળે છે.

  • પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ [PPF] પર પણ કર બચતનો લાભ મળે છે
  • ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ [ELSS] આ રોકાણ માટે સારો વિકલ્પ છે
  • નેશનલ પેંશન સિસ્ટમ [NPS] એક સ્વયંસેવક યોજના છે

કર બચત માટે સરકાર ઘણી તક આપે છે. જાણો, આવકવેરા કાયદાના 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો કર કેવી રીતે બચાવવો. આવકવેરા કાયદાના 80C હેઠળ ટેક્સ ડિડક્શનનો લાભ મળે છે. તમે આ રીતે સરળતાથી કરની બચત કરી શકો છો. 

FD
તમે 5 વર્ષની મુદત સાથે FD માં રોકાણ કરો છો તો તમને 1.5 લાખ સુધી ટેક્સ ડિડક્શનનો લાભ મળશે. પરતું આમાં મળતા વ્યાજ પર કર લાગે છે. 

PPF
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ [PPF] પર પણ કર બચતનો લાભ મળે છે. PPF માં 15 વર્ષનો લોક ઇન સમયગાળો હોય છે. દર ક્વાટરમાં તેના વ્યાજ દરોમાં બદલાવ થાય છે. PPF માં મળતા વ્યાજ પર કર નથી લાગતો. 

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ 
ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ [ELSS] આ રોકાણ માટે સારો વિકલ્પ છે. તેનો લોક ઇન સમયગાળો 3 વર્ષનો હોય છે. તેમા મૂડી લાભ કર લાગે છે. નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપીયાનું વિમોચન કર મુક્ત હોય છે. જો આ 1 લાખ રૂપિયાથી વધી જાય તો તેના પર 10 ટકાનાં દરે કર લાગે છે. 

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ 
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ [NSC] માં 5 વર્ષ સુધી એક ચોક્કસ વ્યાજ મળે છે. હાલમાં તે વાર્ષિક રીતે 6.8 ટકા વ્યાજ આપે છે. જો તમે કોઈ જોખમ ન લેવા ઈચ્છતા હોય તો તમે આમાં રોકાણ કરી શકો છો. તેના માટે તમે 1 નાણાકીય વર્ષ માટે 1.5 લાખ રૂપીયા સુધી કર બેનિફિટ માટે દાવો કરી શકો. 

જીવન વીમા પોલિસી  
હાલનાં સમયમાં જીવન વીમો ઘણું જરૂરી બની ગયું છે. તમે જીવન વીમા પોલિસીમાં વર્ષમાં 1.5 લાખ રૂપીયા સુધી કરની બચત કરી શકો છો. 

નેશનલ પેંશન સિસ્ટમ 
નેશનલ પેંશન સિસ્ટમ [NPS] એક સ્વયંસેવક યોજના છે. તેમા તમે નિવૃતિ માટે રૂપિયા ભેગા કરી શકો છો. તેમા તમે વર્ષમાં 2 લાખ રૂપીયા સુધી કરની બચત કરી શકો છો. 

ટ્યુશન ફી
જો તમે બાળકો માટે ટ્યુશન ફી ભરતા હોય તો, તો તમે તેના પર પણ કર બચતનો લાભ લઈ શકો છો. તમે 80C હેઠળ કર બચતનો લાભ લઈ શકો છો. 

કર્મચારી ભવિષ્ય નિધિ
કર્મચારી ભવિષ્ય નિધિ [EPF] માં તમે કર બચતનો લાભ લઈ શકો છો. 80C હેઠળ 1 નાણાકીય વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે. 

વાંચવા જેવું: Maruti Suzukiની મોટી જાહેરાત! કાર બાદ હવે બનાવશે ઈલેક્ટ્રિક હેલિકોપ્ટર, સસ્તામાં કરી શકાશે મુસાફરી 

વરિષ્ઠ નાગરિક બચત યોજના
વરિષ્ઠ નાગરિક બચત યોજનાનાં માધ્યમથી કરની બચત થઈ શકે છે. આ યોજના 5 વર્ષ માટે હોય છે. આ યોજનાનો લાભ 60 વર્ષની ઉંમરના લોકોને મળે છે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના
છોકરીઓની ભણતર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના [SSY] શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં રિટર્ન સાથે કર બેનિફિટનો પણ લાભ મળે છે. આ યોજના કર મુક્ત છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax PPF Tax Utility જીવન વીમા પોલિસી   સુકન્યા સમૃદ્ધિ યોજના Utility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ