બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / you can check your bank balance by whatsapp
Jaydeep Shah
Last Updated: 05:55 PM, 3 March 2022
ADVERTISEMENT
Whatsapp પર પણ જાણી શકાશે બેંક બેલેંસ
ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ Whatsappનો યૂઝ આપણામાંથી મોટાભાગના લોકો ચેટ કરવા માટે કરે છે. પરંતુ, શું તમને ખબર છે કે Whatsappથી તમે પોતાના બેંક અકાઉન્ટ બેલેન્સને પણ ચેક કરી શકો છો. આ ઘણી સરળ પ્રક્રિયા છે.
ADVERTISEMENT
Whatsapp પર UPI પેમેંટની સુવિધા ભારતમાં આપવામાં આવે છે. તમે Whatsappના માધ્યમથી પાસા સેંડ કે રીસીવ કરી શકો છો. આ પણ તમે બીજી UPI પેમેંટ જેવી કે Google Pay, PhonePe તથા Paytmની જેમ જ યુઝ કરી શકો છો.
શું છે પ્રોસેસ?
જો તમે અત્યાર સુધી WhatsApp payment ને સેટઅપ નથી કર્યું તો આપ તેને સેટ કરી શકો છો. આ માટે ios ડિવાઇઝ યુઝર્સને સેટિંગમાં જઈને પેમેંટ ઓપ્શનમાં જવું પડશે જ્યારે એંડરોઈડ ડિવાઇઝ યુઝર્સએ પણ થ્રી - ડોટ મેન્યુ ઓપ્શન પર ક્લિક કરીને આ ઓપ્શન પર જવું પડશે.
ત્યાર બાદ તમારે Add payment method પર જઈને બાકીના ઇન્સ્ટ્રકશન ફોલો કરવા પડશે. તમે તે બેંક અકાઉન્ટને જ આમાં એડ કરી શકો છો જે તમારા વોટ્સએપ નંબર સાથે જોડાયેલ છે. છેલ્લા સ્ટેપમાં તમારે UPI પીન સેટ કરવી પડશે. આ UPI પીનને યાદ પણ રાખવી પડશે.
કઈ રીતે કરવું બેલેંસ ચેક?
પેમેંટ મેથડ સેટ તથા બેંક અકાઉન્ટ એડ થયા બાદ તમે બેંક અકાઉન્ટ બેલેંસ ચેક કરી શકો છો. આ માટે તમારે ios ડિવાઇઝ પર whatsapp ઓપન કરીને સ્ક્રીનનાં બોટમ પર સેટિંગ પર જવું પડશે. એન્ડ્રોઇડ ડિવાઇઝ પર આ માટે તમારે ટોપ રાઈટ મેં સ્ક્રીનથી થ્રી-ડોટ મેન્યુ પર ટેપ કરવું પડશે.
યાર બાદ તમારે payments ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. ત્યાર બાદ તમારા બેંક અકાઉન્ટને સિલેક્ટ કરવું પડશે. પછી તમે View Account Balance પર ટેપ કરો. અહી તમને UPI પીન એન્ટર કરવાનું કહેશે. સાચો UPI પીન એન્ટર કરતા જ સ્ક્રીન પર તમારા બેંક બેલેંસને બતાવવામાં આવશે.
ઘણી એવી પણ બંક છે જે whatsapp પર બેંકિંગ ફેસિલીટી આપે છે. આ માટે તમારે બેંકનો whatsapp બેંકિંગવાળો નંબર સેવ કરવો પડશે તથા તેના પર Hi લખીને મોકલવું પડશે. ત્યાર બાદ મેન્યુ આવશે, જેનાં પર તમે બેંક બેલેંસ જાણવા માટે રીસપોંસ આપી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.