બહુ ભાગ્યશાળી લોકોને મળે છે આ ચાર ગુણ ધરાવતી પત્ની...

By : kavan 11:46 AM, 15 April 2018 | Updated : 11:46 AM, 15 April 2018
જો ઘર એક રથ છે તો પતિ અને પત્ની તેના બંને વ્હીલ્સ, જો વ્હીલ યોગ્ય રીતે નહીં ચાલે તો ઘરને યોગ્ય રીતે ચલાવી શકતું નથી. હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને દેવી હોવાનું માનવામાં આવે છે. ગ્રંથો અનુસાર,પત્નીને ખાસ મહત્વ આપવું જોઈએ. પત્નીને એમ જ અર્ધાંગિની કહેવામાં નથી આવતી તેનો અર્થ થાય છે અડધું અંગ.
માણસ પત્ની વગર અધુરો છે. પતિનું અડધુ અંગ હોય છે પત્ની.

ગરૂડ પુરાણના એક શ્લોકમાં પત્નીના વખાણ કરતા જણાવાયું છે કે,' सा भार्या या गृहे दक्षा सा भार्या या प्रियंवदा। सा भार्या या पतिप्राणा सा भार्या या पतिव्रता।। 'ઉપરના શ્લોક પ્રમાણે गृहे दक्षा- ગૃહ કાર્યમાં કાર્યક્ષમ છે જે સ્ત્રી, જેમકે ભોજન બનાવવુ,સાફ-સફાઇ કરવી,કપડા-વાસણ સાફ કરવા,બાળકોનો ઉછેર કરવો,ઘરે આવેલ મહેમાનને સન્માન આપવું જેવા અને કાર્યોમાં કુશળતા ધરાવતી સ્ત્રીને પતિનો ભરપુર પ્રેમ મળે છે.प्रियंवदा- પ્રિયંવદાનો અર્થ થાય છે હંમેશા મધુર બોલનારી અને વડીલ સાથે સંયમિત ભાષામાં વાત કરનારી લોકોમાં પ્રેમ પામે છે.पतिप्राणा- જેનો અર્થ થાય છે પતિપારાયણા સ્ત્રી, જે સ્ત્રી પોતાના પતિની તમામ વાતો સાંભળે છે અને તેનું પાલન કરે છે, આ સાથે પતિના મનને ક્યારેય ઠેસ ના પહોંચાડે તેવી સ્ત્રી પતિની પ્રિયપાત્ર છે. આ સ્ત્રી પતિ માટે કાઇ પણ કરી છૂટવા તૈયાર હોય છે.पतिव्रता-એવી સ્ત્રી જે પોતાના પતિ સિવાય અન્ય પુરૂષ અંગે વિચાર કરતી નથી તેવી સ્ત્રીને પતિવ્રતા નારી તરીકે ઓળખવામાં આવે છે. ગરૂડ પુરાણ મુજબ આવી સ્ત્રીઓ પતિને બળ આપનારી હોય છે.ઉલ્લેખનીય છે કે ઉપર દર્શાવવામાં આવેલ 4 ગુણો ધરાવતી પરિપૂર્ણ સ્ત્રી જેમની પાસે હોય છે તેમણે સ્વયંને ઇન્દ્રથી ઓછા ના આંકવા જોઇએ. આવી પત્ની ધરાવતો પુરૂષે પોતાની જાતના ભાગ્યશાળી માનવી જોઇએ.Recent Story

Popular Story