આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોએ તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બાળકીનો વિડીયો વાયરલ
બાળકીએ લેપટોપમાં જોઈને યોગ કરવાનો પ્રયાસ કર્યો
11 મહિનાની બાળકી યોગ કરે તે ગૌરવની વાત
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય અને દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. જોકે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોએ તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વાત જાણે એમ છે કે, 11 મહિનાની બાળકીએ લેપટોપમાં જોઈને યોગ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ નાના બાળકો પણ યોગથી દૂર ના રહી શક્યા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયોમાં બાળકીની સામે એક લેપટોપ દેખાય છે. જેમાં એક બાબા રામદેવ યોગ કરી રહ્યા છે. આ બાળકી બાબાનું અનુકરણ કરી યોગ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ બાળકીને તેના માતાપિતા દ્વારા યોગ અંગે સમજાવવામાં આવ્યું અને આ બાળકીએ પોતાના કુમળા મનમાં જે પ્રમાણે આવડ્યું એ પ્રમાણે કર્યું.
11 મહિનાની બાળકી યોગ કરે તે ગૌરવ
આપણા સમાજમાં એક કહેવત અથવા વાત પ્રચલિત છે કે, બાળક જુએ તેવું કરે અને તમે જેવુ કહો તેવું કરે. આજે યોગ દિવસે બાળક, યુવાન કે વૃદ્ધો તો યોગ કરે પરંતુ માત્ર 11 મહિનાની નાની બાળકી માતા- પિતાના કહેવા પ્રમાણે યોગના આસનની મુદ્રા કરવા પ્રેરાય તે ગૌરવનો વિષય અવશ્ય કહેવાય.
11 મહિનાની બાળકીએ લોકોનું દીલ જીત્યું
આ નાની છોકરીનું નામ આધ્યા મિતુલ જોબનપુત્ર હોવાનું સામે આવ્યું છે. આધ્યાને ખબર નથી કે યોગ શું છે પરંતુ એટલું ચોક્કસ કે તેના કુમળા માનસ પર જે ઝિલાયુ તેને જો દ્રઢ કરવામાં આવે આવતીકાલનું ભવિષ્ય અવશ્ય ઉજ્જવળ બને. આધ્યાએ ઘરે લેપટોપમાં બાબા રામદેવના યોગના વિડીયો જોઈને પોતે પણ યોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો અભિનંદન આપી રહ્યા છે.
યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ વર્ષે યોગ દિવસની ઉજવણી "Yoga for Humanity" – ‘ માનવતા માટે યોગ’ થીમ પર કરવામાં આવી હતી.