ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / worlds lightest dessert is 96 percent air and one gram weight

એરોજેલ / આ છે દુનિયાની સૌથી હળવી મિઠાઇ, તેનું વજન ફક્ત એક ગ્રામ, 96 ટકા હવા

Published By: Gayatri

Last Updated: 12:41 AM, 8 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં બહુ ઓછા લોકો એવા હશે જેમને મીઠાઇ કે મીઠી ચીજ ભાવતી ન હોય. દુનિયામાં અનેક પ્રકારની મીઠાઈઓ મળે છે. બ્રિટનમાં જોકે બનતી એક મિઠાઇ દુનિયાભરમાં અનોખી છે. બ્રિટીશ કારીગરોએ વિશ્વની સૌથી હળવી મીઠાઈ તૈયાર કરી છે.

ADVERTISEMENT

  • ખાધા પછી મોઢાને મિઠાસથી ભરી દેતી ચીજોનું પ્રમાણ માત્ર 4 ટકા
  • એરોજેલ વિશ્વની સૌથી હળવો ઘન પદાર્થ
  • તેની શોધ વર્ષ 1931 અમેરિકન રસાયણશાસ્ત્રી સેમ્યુઅલ કિસ્ટલરે કરી હતી

મિઠાઇની સૌથી ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે વિજ્ઞાનીઓની પણ મદદ પણ લેવામાં આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે વિશ્વની સૌથી હળવી એવી આ મીઠાઈનું વજન ફક્ત એક ગ્રામ છે. આ મીઠાઈમાં 96 ટકા માત્ર હવા છે. મતલબ કે તેને ખાધા પછી મોઢાને મિઠાસથી ભરી દેતી ચીજોનું પ્રમાણ માત્ર 4 ટકા છે.

વિશ્વની સૌથી હળવી મીઠાઈની શોધ લંડનના ડિઝાઇનર સ્ટુડિયો બોમ્પાસ એન્ડ પારના નિષ્ણાતોએ એરોજેલેક્સ લેબોરેટરીના વિજ્ઞાનીઓ સાથે મળીને જર્મનીના હેમ્બર્ગમાં બનાવી છે. મિઠાઇ બનાવવા માટે વિજ્ઞાનીઓએ પહેલા વિશ્વના સૌથી હળવા પદાર્થને ખાવા લાયક બનાવ્યો.આ મીઠાઈ એરોજેલમાંથી બનાવવામાં આવી છે. એરોજેલ વિશ્વની સૌથી હળવો ઘન પદાર્થ છે. 

તેની શોધ વર્ષ 1931 અમેરિકન રસાયણશાસ્ત્રી સેમ્યુઅલ કિસ્ટલરે કરી હતી. સેમ્યુઅલ અને તેના એક સાથી વચ્ચે એક દાવ હતો કે કોણ જેલને સંકોચ્યા વિના તેમાં રહેલા પાણીને હવામાં ફેરવી શકે છે. આ માટે સેમ્યુલે ઘણા પ્રયોગો કર્યા. જેમાંથી એરોજેલની શોધ થઈ. એરોજેલમાં 95 થી 99.8 ટકા હવા હોય છે, તેના કારણે તે વિશ્વનો સૌથી હળવો પદાર્થ છે.તેમાં મીઠાસ ઉમેરીને ખાસ મિઠાઇ તૈયાર કરાઇ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aerogel dessert એરોજેલ મિઠાઇ Aerogel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ