world most expensive sandwich:સામાન્ય રીતે સેન્ડવિચ 50-100 સુધીમાં મળે છે. પરંતુ આજે એક એવી સેન્ડવિચ વિશે વાત કરીએ જેની કિંમત 17,500 છે, જાણો શું ખાસ છે સેન્ડવિચમાં.
આ સેન્ડવિચનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે
સેન્ડવિચ ખાવા માટે ગ્રાહકે ઓછામાં ઓછા 48 કલાક અગાઉ ઓર્ડર આપવો પડે છે
23k ઇડિબલ ગોલ્ડ ફ્લેક્સની સાથે સર્વ કરવામાં આવે છે સેન્ડવિચ
world most expensive sandwich: તમે ખાવા પીવાની મોંઘા મોંઘા ખાવા-પીવાની વસ્તુઓ વિશે સાંભળ્યુ જ હશે. ઘણી વખત ડિશ એટલી મોંઘી હોય છે કે તેનો ભાવ સાંભળીને જ જાણે ભૂખ મરી જાય છે. તાજેતરમાં એક એવી જ ખબર સામે આવી છે. સામાન્ય રીતે સેન્ડવિચ 50-100 સુધીમાં મળે છે. પરંતુ ન્યુયોર્કના serendipity3 રેસ્ટોરન્ટે થોડા સમય માટે પોતાની એક ખાસ સેન્ડવિચને મેન્યુમાં એડ કરી છે. આ ક્વિંટએસેંશિયલ ગ્રિલ્ડ ચીઝ સેન્ડવિચ દુનિયાની સૌથી મોંઘી સેન્ડવિચ છે, જેની કિંમત $ 214 એટલે કે 17,500 રુપિયા છે.
પહેલા પણ રેકોર્ડ બનાવી ચુક્યુ છે આ રેસ્ટોરેન્ટ
પોતાની ખાસ સામગ્રી અને ભારે કિંમતના કારણે આ સેન્ડવિચનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. ઉલ્લેખનીય છે કે, આ સેન્ડવિચ બનાવતી સેરેન્ડીપિટી 3 રેસ્ટોરન્ટના નામ, સૌથી મોંઘી ડેઝર્ટ, સૌથી મોંઘી હેમબર્ગર, સૌથી મોંઘી હોટ ડોગ અને સૌથી મોટી વેડિંગ કેક પણ નોંધાયેલી છે.
ખાસ શેમ્પેન બ્રેડથી બને છે સેન્ડવિચ
તેમાં ડોમ પૈરિગનોન શેમ્પેન થી બનેલી ફ્રેન્ચ પુલમેન શેમ્પેન બ્રેડનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં એક ખાસ પ્રકારનું સફેદ ટ્રફલ બટર ઉમેરવામાં આવ્યું છે. આમાં ખૂબ જ અનોખી અને મોંઘી Caciocavallo Podolico ચીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આજ ઓર્ડર કર્યો તો બે દિવસ બાદ મળશે સેન્ડવિચ
વધુ વિચિત્ર વાત એ છે કે આ સેન્ડવિચ ખાવા માટે ગ્રાહકે ઓછામાં ઓછા 48 કલાક અગાઉ ઓર્ડર આપવો પડે છે. તેને બનાવવામાં ઘણો સમય લાગે છે કારણ કે સામાન અલગ અલગ જગ્યાએથી લાવવામાં આવે છે. ખાસ ચીઝમાં ગ્રિલ કર્યા પછી, તેને ત્રિકોણ આકારમાં કાપવામાં આવે છે અને 23k ઇડિબલ ગોલ્ડ ફ્લેક્સની સાથે સર્વ કરવામાં આવે છે. તેને ખાસ બેકારેટ ક્રિસ્ટલ પ્લેટમાં પીરસવામાં આવે છે. આ સાથે લોબસ્ટર ટોમેટો બિસ્ક પણ બેકારેટ ગ્લાસમાં આપવામાં આવે છે.