બ્રેકિંગ ન્યુઝ
VTV / Working laptop constantly? Relax the hands and fingers this way
Anita Patani
Last Updated: 04:06 PM, 3 February 2021
ADVERTISEMENT
ADVERTISEMENT
કમ્પ્યૂટર અને લેપટોપ પર સતત કામ કરવાથી કમરનો દુઃખાવો, ડોકનો દુઃખાવો વગેરે સમસ્યાઓ ઊભી થાય છે. આ ઉપરાંત હાથ અને આંગળીઓમાં પણ દુઃખાવો થાય છે. તમે થોડા પ્રયત્નોથી આ મુશ્કેલીમાંથી સરળતાથી છૂટકારો મેળવી શકો છો.
સમયાંતરે હાથને સ્ટ્રેચ કરતા રહો
કામ કરતી વખતે સમયાંતરે નાના બ્રેક લેવા ખૂબ જ જરૂરી છે. બ્રેક લઇને તમારા હાથ અને આંગળીઓને સ્ટ્રેચ કરવા. કેટલીક વાર બ્રેક ન લેવાને કારણે શરીરના દુઃખાવાની સાથે સાથે અન્ય શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બ્રેક અને કામ દરમિયાન મુઠ્ઠી પણ એક બે વાર બંધ કરવી અને ખોલતાં રહેવી. હાથ પણ સ્ટ્રેચ કરવા.
કમ્પ્યૂટર અને લેપટોપની પોઝિશન
કમ્પ્યૂટર અને લેપટોપની પોઝિશન પણ તમને ઘણી મુશ્કેલીઓથી દૂર રાખી શકે છે. કમ્પ્યૂટર અને લેપટોપને તે જ સ્થળે રાખવા જ્યાંથી તમે સારી રીતે ટાઇપિંગ કરી શકો અને કામ પણ. ક્યારેક ક્યારેક ઊંચી-કે નીચેની પોઝિશન પર કમ્પ્યૂટર હોવાથી પણ હાથ અને આંગળીઓમાં દુઃખાવો થવા લાગે છે માટે પોઝિશન પર ધ્યાન આપવું પણ જરૂરી છે.
હાથ અને આંગળીઓને મસાજ
જો તમે દસ કલાક કમ્પ્યૂટર પર કામ કરો છો, તો શરીરની સાથે-સાથે હાથ અને આંગળીઓને મસાજ પણ ખૂબ જ જરૂરી છે. આ માટે કાંડાને સમયાંતરે એક તરફથી બીજી તરફ ફેરવતા રહેવું. મે આંગળીઓને ઇન્ટરલોક પણ કરતા રહેવું. તમે કામ પછી ઘરે પહોંચીને કોઇક આયુર્વેદિક ઓઇલથી પણ મસાજ કરી શકો.
વધારે દબાણ ન કરવું
કેટલાક એવા લોકો પણ હોય છે, જે કામ કરતી વખતે હાથ અને આંગળીઓ પર વધારે દબાણ નાખે છે, જેને કારણે પણ હાથ અને આંગળીઓમાં દુઃખાવો થવા માંડે છે. કી બૉર્ડ પર કામ કરતી વખથે તમારે હંમેશાં આરામથી કામ કરવું વધારે દબાણ ન નાખવું.
એક્સર્સાઇઝ કરવી
હાથ અને આંગળીઓમાં કોઇપણ પ્રકારનો દુઃખાવો ન થાય તે માટે તમારે નિયમિત રીતે હાથ અને આંગળીઓની એક્સર્સાઇઝ પણ કરતા રહેવી જોઇએ. મુઠ્ઠી ખોલવી, બંધ કરવી, જમણેથી ડાબે અને ડાબેથી જમણે કાંડું ફેરવવું વગેરે પ્રકારની એક્સર્સાઇઝ કરતા રહેવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.