આપઘાત /
પતિ પારકો થઈ ગયો અને સસરા, દિયરની વાસના હું સંતોષી નહીં શકુ એટલે મોત વહાલુ કરૂં છું
Team VTV12:51 PM, 28 Nov 20
| Updated: 12:58 PM, 28 Nov 20
અમદાવાદના ગોતામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને પોતાના દિયર અને સસરા દ્વારા અઘટીત માંગણીઓ અને પતિ પણ લીવ-ઈન-રિલેશનશીપમાં રહેતો હોવાની વાત સામે આવી છે.
અમદાવાદમાં પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
ગોતામાં પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ
પતિએ અન્ય યુવતી સાથે કરી લીધા હતા લગ્ન
અમદાવાદમાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ગોતામાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પતિએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. પતિ ત્રાસ ગુજારતા પરિણીતાનો આપઘાતનો પ્રયાસ કર્યો છે.
પરિણીતાએ સુસાઇડ નોટમાં ગંભીર આક્ષેપ લગાવ્યા છે. સસરા અને દિયર અણછાજતી માંગણી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. વળી પતિ કોલસેન્ટરની આડમાં દેહવ્યાપાર ચલાવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સોલા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.