બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:20 PM, 27 September 2019
ADVERTISEMENT
લિધરલેન્ડમાં મર્સીસાઈડ પાર્કમાં થયેલા આ લગ્ન સમારોહમાં કેટના પિતા, તેનો બોયફ્રેન્ડ અને બાળકો પણ હાજર હતા. તેના બોયફ્રેન્ડે આ નિર્ણય પર પૂરો સહકાર આપ્યો હતો. તો બીજી તરફ તેના દીકરાને વૃક્ષ (Tree) સાથે તેની મમ્મી લગ્ન કરે તે વાત પર શરમ આવી રહી હતી પણ તે લગ્નમાં હાજર રહ્યો હતો.
ADVERTISEMENT
મર્સીસાઇડ પાર્કમાં થયાં લગ્ન
આ લગ્નનું આયોજન કેટના પિતાએ જ કર્યું હતું. ૩૪ વર્ષીય દુલ્હન કેટ કનિંઘમ (Kate Cunningham) એ રિમરોઝ પાર્કના વૃક્ષ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન કરવા પાછળનો હેતુ લોકોને વૃક્ષનું મહત્ત્વ સમજાવવાનો છે. આવનારા સમયમાં આ પાર્કમાં વૃક્ષને કપાતા અટકાવવા માટે કેટ અભિયાન પણ શરૂ કરવાની છે.
કેટે કહ્યું કે, મને આ જગ્યા ઘણી ગમે છે. મારી માતાનું મૃત્યુ અસ્થમાને કારણે થયું હતું અને મને પણ ફેફસાની બીમારી છે. આ જગ્યા પરના ઝાડને કાપીને રસ્તો બનાવવાનો કોઈ અર્થ નથી. અમારા વિસ્તારમાં પહેલેથી વધારે પ્રદૂષણ છે. જો અહીં રસ્તો બની જશે તો તેની અસર સીધી અમારા સ્વાસ્થ્ય પર થશે. હું કોઈ પણ સંજોગે અહીં રસ્તો નહીં બનવા દઉં.
માતાનું અસ્થમાથી થઇ ચૂક્યું છે મોત
કેટે કહ્યું કે, અસ્થમાથી તેની માતાનું અવસાન થયું હતું. તેને આ સ્થાન ખૂબ પ્રિય છે. એટલું જ નહીં, તે પોતે ફેફસાંની શ્વાસનળીનાં સોજાથી પીડાય છે. જેનાં કારણે તે વૃક્ષોનાં મહત્વથી ખૂબ સારી રીતે વાકેફ છે. જેથી, આ સ્થાનને નષ્ટ કરીને તેને રસ્તો બનાવવાનો કોઈ અર્થ નથી. તેનાંથી આ વિસ્તારમાં ફક્ત પ્રદૂષણ જ ફેલાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.