બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Woman fears vaccine at vaccination center in Valsad Video goes viral
Vishnu
Last Updated: 08:49 PM, 11 December 2021
ADVERTISEMENT
રાજ્યભરમાં કોરોના રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વલસાડમાં રસીકરણ કેન્દ્રનો રમૂજી વીડિયો વાયરલ થયો છે. કોરોના રસી મુકાવા આવેલી એક મહિલા ઈન્જેક્શનના ડરથી નાના બાળકની જેમ પોક મુકીને રડવા લાગ્યા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ મહિલાને નાના બાળકની જેમ સમજાવીને કોરોના રસી આપી હતી. કેન્દ્ર ઉપર લોકોએ આ રમૂજી ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. જે સોશયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે
ADVERTISEMENT
નાના બાળકની જેમ સમજાવી ત્યારે રસી મુકાવી
વલસાડના એક વિસ્તારમાં રસીકરણ માટે આરોગ્યની ટીમ પહોંચી હતી.અને લોકો ને રસી આપી રહ્યા હતા. આ રસીકરણ કેમ્પમાં એક રમૂજી ઘટના પણ બની હતી. કેમ્પ માં રસી લેવા આવેલી એક મહિલા રસી લેતા ડર અનુભવી રહી છે .આથી આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તેને સમજાવી અને રસી આપવા પ્રયત્નો કરી રહ્યા છે. જોકે મહિલા નાના બાળકની જેમ રોકકળ કરી રહી છે. અને રસી મુકતા પહેલા પોતાના પરિવારના સભ્યોને પકડવા માટે પણ રડતી રડતી વિનંતી કરી રહી છે..આથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ઉપસ્થિત લોકોએ તેને સમજાવી અને રસી લેવડાવી હતી. જોકે નાના બાળકની જેમ રસી મુકવા આવતા પહેલા ડરી અને રોકડ કરતી આ મહિલાના દૃશ્યો સ્થળ ઉપર ઉપસ્થિત કોઈએ મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા
રસીથી ડરો નહીં
મોટી સંખ્યામાં લોકો સામે ચાલીને રસી લેવા આવી રહ્યા છે.. અને રસીકરણ અભિયાન ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.. તો કેટલીક જગ્યાએ રસિક પ્રત્યે ખોટી ભ્રામક માન્યતાઓને કારણે લોકો ડર પણ અનુભવી રહ્યા છે. આથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ જે લોકો રસી લેતા ડર અનુભવે છે તેમને સમજાવી અને રસી લેવા સમજાવી અને રસી આપી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.