બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Will open with evidence in Kirit Joshi murder case and Bitcoin case, builder Jitendra Goria makes fiery allegations

નિશા ગોંડલીયા ફાયરીંગ કેસ / કિરીટ જોષી મર્ડર કેસ અને બીટકોઈનના પ્રકરણમાં પુરાવા સાથે ખુલાસા કરીશ, બિલ્ડર જીતેન્દ્ર ગોરીયાએ લગાવ્યા ધગધગતા આરોપ

Vishal Khamar

Last Updated: 07:12 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિશા ગોંડલિયા પર થયેલ ફાયરીંગ કેસમાં ATSની તપાસમાં જીતુ ગોરીયાએ જ ફાયરિંગ કરાવ્યાનું ખુલ્યું હતું. જે મામલે આજે જીતુ ગોરીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પુરાવા સાથે ફરિયાદની ચીમકી ઉચ્ચારી છે.

  • જીતેન્દ્ર ગોરીયાના જયેશ પટેલ પર આક્ષેપ
  • જયેશ પટેલ સામે અનેક ગુનાઓ નોંધાયા
  • મને ખોટી રીતે કેસમાં ફસાવ્યો : જીતેન્દ્ર ગોરીયા
  • આગામી સમયમાં અન્ય પુરાવા આપીશ : જીતેન્દ્ર ગોરીયા

જામનગરમાં ક્રાઇમની દુનિયામાં જયેશ પટેલે કાંઈ બાકી નથી રાખ્યું! કુખ્યાત જયેશ પટેલ વિરુદ્ધ ખૂન, ફાયરિંગ, ખોટી રીતે જમીન પડાવી પાડવાના ગુનાઓ, કાવતરાં, પુરાવાઓનો નાશ કરવો અને સરકારી જાહેરનામાના ભંગના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ત્યારબાદ બહુચર્ચિત બીટકોઈન મામલાથી ચર્ચામાં આવેલી જામનગરની નિશા ગોંડલીયા પર વર્ષ 2019 માં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું.  જેમાં પણ જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ એટીએસની તપાસમાં જીતુ ગોરીયાએ જ ફાયરિંગ કરાવ્યાનુ ખુલ્યું હતુ. આ પ્રકરણમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામા આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે અને જયેશ પટેલ વિરુદ્ધ નગારે ઘા કરી આગામી સમયમાં જયેશ પટેલ અને તેના સાગરિતો સામે આગામી સમયમાં પુરાવા સાથે ફરિયાદની ચીમકી આપી છે જેને લઈને ચકચાર મચી જવા પામી છે.

ભૂમાફિયા જયેશ પટેલ

પત્રકાર પરિષદ યોજી અનેક ધગધગતા આરોપ લગાવ્યા
ખંભાળિયાના આરાધના નજીક જામનગરની નિશા ગોંડલીયા પર ત્રણ વર્ષ પહેલા બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં નિશા ગોંડલિયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આ ફાયરિંગ ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે ચાર શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે ફાયરિંગ પ્રકરણનો તપાસ રિપોર્ટ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં એટીએસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે નિશાએ બિલ્ડર જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલો સાથે મળીને પોતાના પર આ ફાયરિંગ કરાવ્યું હતું. આ કાવતરું આગાઉથી જ ઘડી કાઢવામાં આવ્યું હોવા સહિતના અનેક ધડાકા ભડાકા થયા હતા. ત્યારબાદ જીતેન્દ્ર ગોરિયા ઉર્ફે લાલાએ કોર્ટમાંથી સ્ટે મેળવ્યા બાદ જીતેન્દ્ર ગોરીયાએ પત્રકાર પરિષદ યોજી અનેક ધગધગતા આરોપ લગાવ્યા હતા. જેમાં પોતાને ખોટો રીતે આ કેસમાં ફિટ કરી દીધાનો પણ દાવો કર્યો હતો.

નિશા ગોંડલીયા

મૌખિક નિવેદનોના આધારે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યોઃ જીતેન્દ્ર ગોરીયા
આ દરમિયાન જીતેન્દ્ર ગોરીયાએ જણાવ્યું હતું કે, ભુમાફિયા જયેશ પટેલે મારી કરોડોની કિંમતની જમીન, ફ્લેટ અને દુકાન પચાવી પાડી છે. ત્યારબાદ તેના વિરુધ્ધ હું કાંઈ પણ બોલી ન શકું તે માટે મને ખોટા કેસમાં ફિટ કરી દીધો છે. તેમને આક્ષેપ સાથે કહ્યું કે ભૂમાફિયા જયેશ પટેલ અને ધૃતિની નજરમાં શ્રીમંતો, જમીનદારો, બીલ્ડરો, વ્યાપારી તકલીફમાં હોય એવા લોકોને ટાર્ગેટ બનાવી જયેશ ભાડાના માણસો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી લોકોને ફસાવી જમીન અને રૂપિયા પડાવતો હતો. વધુમાં આગામી સમયમાં તેમણે આ મામલે પુરાવા સાથે ફરિયાદ નોંધાવવાનું જણાવ્યું છે. જેમાં ભોગ બનેલા લોકોને બહાર આવવા અપીલ કરાઈ છે. તેમણે વધુમાં કહ્યું કે આરાધના ધામમાં થયેલ ફાયરિંગ પ્રકરણમાં મારુ કનેક્શન ન હોવા છતાં બે લોકોના મૌખિક નિવેદનોના આધારે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે.

બીટકોઈન મામલાથી ચર્ચામાં છે નિશા ગોંડલીયા

નામ અને પુરાવા સહિત પેન ડ્રાઈવમાં મારા પુત્ર પાસે રાખેલ છેઃજીતેન્દ્ર ગોરિયા
આગામી દિવસોમાં જયેશ પટેલ તથા તેના સાગરીતો સામે ગુજરાત સરકારને રજુઆત કરશું અને ઉચ્ચ કક્ષાએ કેસને રી ઇન્વેસ્ટીગેશન કરવાની પણ માંગ કરવાનું જણાવ્યું છે. ત્યારબાદ કિરીટ જોષી મર્ડર કેસ અને બીટકોઈનના પ્રકરણમાં પણ અનેક ખુલાસા પુરાવા સાથે કરવામાં આવશે. એટલું જ નહીં જયેશ પટેલના સાથીઓ વેપારી, રાજકારણી તથા લુખ્ખાઓની લેવડ દેવડ જમીનના સોદા ક્યાંથી કેવી રીતે પેમેન્ટ આવેલ કોના હાથમાં આવેલ અને એ પેમેન્ટ ક્યાં માણસોને દબાવીને કઢાવેલ તેના પુરાવા પણ સરકાર, પોલીસ, ઈડી, ઇન્કમટેક્ષ અને મીડિયાને આપીશ તેવું જણાવ્યું હતું. સાથે સાથે એમ પણ કહ્યું કે જો મારું મર્ડર થાય તો તેના જવાબદાર જયેશ પટેલ, ધૃતિ રાણપરીયા અને ધર્મેશ રાણપરીયા, યશપાલ અને એક રાજકીય નેતા જ હશે. તેવું કહીને આ બધા નામ અને પુરાવા સહિત પેન ડ્રાઈવમાં મારા પુત્ર પાસે રાખેલ છે. તેમ અંતમાં જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ