Why was the husband killed and cut into pieces? Delhi's wife Poonam made a blood-curdling revelation
ક્રાઈમ /
પતિની હત્યા કરીને કેમ કટકાં કરી નાખ્યાં? લોહી કકળી ઉઠે એવો ખુલાસો કર્યો દિલ્હીની પત્ની પૂનમે
Team VTV09:28 PM, 28 Nov 22
| Updated: 09:34 PM, 28 Nov 22
લાશને ઠેકાણે લગાવવા માટે લાશને 10 ટૂકડા કર્યા હતા.તમામ ટુકડાઓને ફ્રીઝમાં મુકી દીધા હતા અને મોકો જોઈને એક એક ટુકડાને અલગ અલગ સ્થળે તેનો નિકાલ કર્યા હતો.
શ્રદ્ધા વાલકર હત્યાકાંડની જેમ પૂર્વીય દિલ્હીનાં પાંડવ નગરમાં એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મહિલાએ તેના દિકરા સાથે મળીને તેના પતિની હત્યા કરી દીધી અને લાશનાં 10 ટુકડા કર્યા. સમગ્ર મામલાનો ખુલાસો 27 નવેમ્બરે સોમવારનાં રોજ પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે પોલીસે આરોપી મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી દીધી છે. ત્યારે આરોપી મહિલાએ કહ્યું કે તેનો પતિ અંજનદાસ તેનાં છોકરાની વહુને ખરાબ નજરથી જોતો હતો. એટલે મેં અને મારા દિકરાએ તેના મારી નાંખ્યો. ગુસ્સે ભરાયેલા પુત્રએ માતા પૂનમ સાથે મળીને પતિ અંજન દાસને મારવાની યોજના બનાવી હતી. ચાલાકીથી પિતાને નશાની ગોળીઓ આપીને બેભાન કરી દીધા અને ત્યાર બાદ 30 મેના રોજ તેની હત્યાની ઘટનાને અંજામ આપ્યો.
ખોપડીને દફન કરવામાં આવી હતી
લાશને ઠેકાણે કરવા માટે લાશનાં 10 ટુકડા કરવામાં આવ્યા હતા. જે બાદ તમામ ટુકડાઓને ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે મોકો જોઈને એક-એક લાશના ટૂકડાને પૂર્વીય દિલ્હીનાં અલગ અલગ સ્થળો પર ત્રણ-ચાર દિવસમાં ઠેકાણે કરી દીધા હતા. તેમજ ખોપડીને દફન કરી દેવામાં આવી હતી. ત્યારે લાશને એક ટુકડો કલ્પાણપુરમાં રામલીલા મેદાનમાં એક બેગમાંથી મળી આવ્યો છે.
A woman along with her son arrested by Crime Branch in Delhi's Pandav Nagar for murdering her husband. They chopped off body in several pieces,kept in refrigerator & used to dispose of pieces in nearby ground: Delhi Police Crime Branch
માતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધ્યો
પોલીસે બંનેની પૂછપરછ દરમ્યાન વધુમાં જણાવ્યું કે દાસ તેની સૌતેલી છોકરી અને તેના સૌતેલા છોકરાની વહુ પર ખરાબ નજર રાખતો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે લાશના ટુકડા કર્યા બાદ જે ફ્રીઝમાં તેને રાખવામાં આવ્યા હતા તે ફ્રીજ પણ પોલીસે જપ્ત કર્યું છે. પોલીસે બંને માતા-પુત્ર વિરૂધ્ધ કલમ 302 અને 201 મુજબ પાંડવનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.