નાનપણથી જ મમ્મી તમને ભૂલ્યા વગર બદામ ખવડાવતી હશે બદામ ખાવાના અનેક ફાયદા હોય છે જેનાથી યાદશક્તિ વધે છે અને સાથે જ તેમાં રહેલા મિનરલ્સ વિટામિન ઝિંક કેલ્શિયમ વગેરેથી પણ શરીરને લાભ થાય છે. જો પલાળીને બદામ ખાવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે જાણો પલાળેલી બદામ ખાવાથી શું થાય છે ફાયદા...
- ખાલી પેટ પલાળેલી બદામ રોજે સવારે ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે તેમજ ડાયાબીટીસના ભયથી બચી શકો છો.
- પલાળેલી બદામમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમારી ત્વચા ઉપર કે તમારા ફેસ ઉપર વધતી ઉંમરની અસર નહિ થવા દે.
- પલાળેલી બદામમાં પ્રોટીનને માત્ર ખૂબ હોય છે જે તમારા શરીરના મસલ્સને મજબૂત બનાવે છે.
- પલાળેલી બદામ ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે જે હાર્ટ પ્રોબ્લેમથી બચવામાં મદદ કરે છે.
- પલાળેલી બદામાંમાં રહેલું ફાઈબર ડાઈજેશન ઈમ્પ્રુવ કરે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.
- રાત્રે પલાળેલી બદામમાં વિટામીન E ભરપુર માત્રામાં હોય છે જે ત્વચાને સોફ્ટ અને શાઈની રાખવામાં મદદરૂપ થાય છે.
- પલાળેલી બદામમાં ઓમેગા ૩ ફેટી એસીડ્સ હોય છે જે પ્રેગ્નન્સીમાં પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
- પલાળેલી બદામમાં ફોસ્ફરસ હોય છે જે તમારા દાંતને મજબૂત બનાવે છે તેમજ તમને ગમ પ્રોબ્લેમથી પણ બચાવે છે.
- બદામમાં રહેલું ફોલિક એસિ ફર્ટીલિટી વધારવામાં મદદગાર થાય છે.
- પલાળેલી બદામ ખાવાથી વજન ઘટી શકે છે કારણકે તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ રહેલું છે જે તમારી ભૂખને ઓછી કરે છે અને ભૂખ ઓછી લાગવાથી તમે ખાશો પણ ઓછું જેથી વજન જાતે જ કંટ્રોલમાં આવી જશે.