બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / Why so much anger against Hardik Pandya who left Gujarat Titans and went to Mumbai Indians? Must be in Mahamanthan
Last Updated: 09:39 PM, 26 March 2024
ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની IPLની મેચ ચર્ચામાં મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત ટાઈટન્સ સામે હાર્યું, હાર-જીત કરતા વધુ ચર્ચા હાર્દિક પંડ્યા સામેના આક્રોશની થઈ, સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકો તરફથી હાર્દિકના વિરોધમાં નારા લગાવાયા. હાર્દિક વિરુદ્ધ ગુજરાતના જ દર્શકો દ્વારા અણછાજતી વાતો કરવામાં આવી હાર્દિક પંડ્યા સામે પ્રેક્ષકોનું વર્તન ટ્વીટર ઉપર ચર્ચાનો વિષય બની ગયું. એક ગુજરાતી તરીકે હાર્દિક પંડ્યાનું હદ બહારનું ટ્રોલિંગ કેમ તે ચર્ચાનો વિષય છે. હાર્દિક પંડ્યા ગુજરાતી નથી એવી રીતે વર્તન કેમ કરાયું ..? IPLમાં ફ્રેન્ચાઈઝી બદલવા સામે આટલો આક્રોશ શા માટે?
ADVERTISEMENT
હાર્દિકના વિરોધ પાછળનો ઘટનાક્રમ
IPL 2024 અનાઉન્સ થઈ ત્યારથી જ હાર્દિક સામે નારાજગી જોવા મળી , સોશિયલ મીડિયામાં સમર્થન અને વિરોધમાં ફેન વહેંચાઈ ગયા અને હાર્દિક પંડ્યા 2024માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો. IPLની શરૂઆતમાં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો. હાર્દિક ગુજરાતી છે પણ તેનો ક્રિકેટિંગ ગ્રોથ મુંબઈમાં થયો છે. 2022માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સ IPL વિજેતા હતી
2023માં ગુજરાત ટાઈટન્સ IPLમાં રનર્સ અપ હતી, અધૂરામા પૂરુ આ વર્ષે MIની કેપ્ટનશીપ પણ હાર્દિક પંડ્યાને આપવામાં આવી. બીજી તરફ રોહિત શર્માએ અત્યાર સુધી MIની કેપ્ટનશીપ સંભાળી હતી. રોહિત શર્માને કેપ્ટન તરીકે હટાવવા સામે પણ ચાહકોમાં આક્રોશ હતો
ADVERTISEMENT
મેચમાં હાર્દિક સામે સવાલો કેમ?
ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી
બુમરાહને સ્થાને હાર્દિકે ખુદ બોલિંગની શરૂઆત કરી
હાર્દિકની પહેલી જ ઓવરમાં 11 રન આવ્યા
બુમરાહને બોલિંગની તક 3 ઓવર પછી મળી
બુમરાહને ઓવર મળી કે તરત જ યોર્કર દ્વારા રિદ્ધિમાન સાહાને આઉટ કર્યો
બેટિંગના ક્રમમાં પણ હાર્દિકના નિર્ણયની ટીકા થઈ
હાર્દિકે બેટિંગના ક્રમમાં ફેરફાર કર્યો, ખુદની પહેલા ટીમ ડેવિડને મોકલ્યો
ટીમ ડેવિડની સામે બોલર તરીકે રાશિદ ખાન હતો
રાશિદ ખાનની બોલિંગનો ટીમ ડેવિડ સરળતાથી સામનો નથી કરી શકતો
સ્પીનર સામે હાર્દિકે ભારતીય બેટ્સમેન તરીકે બેટિંગ કરવી જોઈતી હતી
હાર્દિક વિરુદ્ધ રોહિત શર્માનું સન્માન ન જાળવ્યાના પણ આરોપ લાગ્યા
હાર્દિક પંડ્યા માટે કોણે શું કહ્યું?
કેવિન પીટરસન
ADVERTISEMENT
-અમદાવાદમાં પ્રેક્ષકો આ રીતે વર્તે તે આશ્ચર્યજનક છેમને યાદ નથી કે ક્યા ભારતીય ખેલાડીનું આવું અપમાન થયું હોય?
સુનિલ ગાવસ્કર
ADVERTISEMENT
-2013 પછી મુંબઈ ઈન્ડિયન્સ સિઝનની પહેલી મેચ હારે છે. હાર્દિકનું હું સમર્થન કરુ છું. આ પહેલી રમત છે અને હજુ વધુ ઉત્કૃષ્ટ રમત બતાવી શકાશે
બ્રાયન લારા
ADVERTISEMENT
-આવી સ્થિતિમાં એક જ વિકલ્પ બચે છે દેશ માટે રમો
કાયરન પોલાર્ડ
ADVERTISEMENT
- કહ્યુહાર્દિકનો પહેલી ઓવર નાંખવાનો નિર્ણય ખોટો ન હતોવધુ સ્વીંગ માટે હાર્દિકે નિર્ણય લીધો હોય શકે છે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.