બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Assembly election 2023 / ગુજરાત / ભાવનગર / Why Palitana seat has become the cause of controversy among the seven seats of Bhavnagar district?

મતદારોનો મિજાજ / ભાવનગરની આ બેઠક પર કોળી-કણબી એક થાય તો નવા-જૂનીના એંધાણ, ભાજપ-કોંગ્રેસ બંને મૂંઝવણમાં

Malay

Last Updated: 01:14 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે નહીં પરંતુ આમ આદમી પાર્ટી સાથે થવાની છે. વિધાનસભાની 182 બેઠકોમાં ઘણી એવી બેઠકો છે જે રસપ્રદ ઇતિહાસ ધરાવે છે. ભાવનગરની પાલીતાણા બેઠક વિશે કેટલીક મહત્ત્વની વાતો જાણવા જેવી છે.

  • ભાજપના વર્તમાન ધારાસભ્ય સામેના અસંતોષનો લાભ કોણ લઇ જશે?
  • કોળી-કણબી મતદારો એક થાય તો આ બેઠક જીતી શકાય
  • મનસુખ માંડવિયાના વિસ્તારમાં ઉમેદવારની પસંદગીમાં તેમનો પણ હાથ 

છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં ભલે ભાજપનું શાસન હોય પરંતુ આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, જેને લઈને ભાજપને થોડા ઘણા અંશે નુક્શાન જવાની સંભાવના પુરેપુરી છે. આ વખતે ભાજપની સીધી લડાઈ કોંગ્રેસ સાથે નહીં પરંતુ આમ આદમી પાર્ટી સાથે થવાની છે.    વિધાનસભાની 182 બેઠકોમાં ઘણી એવી બેઠકો છે જે રસપ્રદ ઇતિહાસ ધરાવે છે. ભાવનગરની પાલિતાણા બેઠક વિશે કેટલીક મહત્ત્વની વાતો જાણવા જેવી છે.

પ્રાચીન અને પવિત્ર સ્થાનનો મહિમા ધરાવતું પાલીતાણા શંત્રુજય પર્વત પરના કલાત્મક દેરાસરો અને ધર્મશાળાઓના કારણે જૈન યાત્રાળુઓમાં પણ પ્રસિદ્ધ છે. વિધાનસભા બેઠકક્રમાંક 102 ધરાવતું પાલીતાણા જનરલ કેટેગરીની બેઠક છે. પાલીતાણા શહેર, તાલુકા ઉપરાંત સિહોર તાલુકાના કેટલાંક ગામો સમાવતી આ બેઠકમાં કુલ 2,76,896 મતદારો નોંધાયેલાં છે.

અહીં મતદારોનો મિજાજ પારખવો મુશ્કેલ છે
રાજકીય રીતે પાલીતાણાના મતદારો કોઈ સ્પષ્ટ મિજાજ નથી, કેમકે અહીંથી કોંગ્રેસ અને ભાજપ બંને 5-5વાર જ્યારે અપક્ષ, જનતાદળ પણ અહીંથી જીત્યા છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ફક્ત બે જ વખત સામ્યવાદી પક્ષના ઉમેદવાર જીત્યા છે એમાંની એક બેઠક પાલીતાણાની છે. માર્ક્સવાદી રાજનીતિના પ્રખર અભ્યાસુ અને વોશિંગ્ટન પોસ્ટ જેવા અખબારોમાં કોલમ લખનારા બટુક વોરા 1972માં સામ્યવાદી ઉમેદવાર તરીકે અહીંથી માત્ર 373 મતથી જીત્યા હતા.

વર્ષ ઉમેદવાર પક્ષ સરસાઇ
1998 કુરજીભાઈ ગોટી ભાજપ 13,255
2002 મનસુખ માંડવિયા ભાજપ 2,416
2007 મહેન્દ્રસિંહ સરવૈયા ભાજપ 19,394
2012 પ્રવિણ રાઠોડ કોંગ્રેસ 14,325
2017 ભીખાભાઈ બારૈયા ભાજપ 14,189

ત્રણ પક્ષોના ઉમેદવારો છે મેદાનમાં
2012માં આ બેઠક પરથી જીતેલા પ્રવિણ રાઠોડે સતત જનસંપર્ક જાળવી રાખ્યો હોવાથી કોંગ્રેસના મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. એ ઉપરાંત કૃપાલસિંહ ગોહિલ સહિત અન્ય દાવેદારો પણ મેદાનમાં છે. આપે આ બેઠક પરથી ડો ઝેડ.પી.ખેનીને ઉમેદવાર બનાવ્યા છે. એકંદરે આ બેઠક જાળવી રાખવાનું ભાજપ માટે સાવ આસાન નહિ હોય.

ભાજપમાંથી કોણે કોણે નોંધાવી છે ઉમેદવારી
ભાવનગર જિલ્લાના મહિલા મોરચા ના પ્રમુખ ધાર્મિષ્ઠા ત્રિવેદીએ પાલીતાણા અને ભાવનગર પૂર્વ માં ટિકિટ માંગી હતી અને હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે પાલીતાણા અને ભાવનગર ગ્રામ્યમાંથી ઉમેદવારી નોંધાવી છે. ક્ષત્રિય સમાજમાંથી ટિકિટની માંગણી ધ્યાને લેવામાં આવે તો ભાજપના પ્રાંત ઉપાધ્યક્ષ અને આ બેઠક પર એકવાર ધારાસભ્ય રહી ચૂકેલા મહેન્દ્રસિંહ સરવૈયા પણ મુખ્ય દાવેદાર ગણી શકાય. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો આ વિસ્તાર હોવાથી ભાજપના ઉમેદવારની પસંદગીમાં તેમની ભૂમિકા પણ નિર્ણાયક મનાય છે.

કોળી-કણબી ભાઇ ભાઇના નારા લાગ્યા
કોળી અને કણબી પાટીદારોનું રાજકારણમાં અનોખું વર્ચસ્વ છે.દર ચૂંટણી સમયે જ્ઞાતિવાદી સમીકરણો બદલાતા હોય છે. ઘણીવાર ઘણા નેતાઓ કોળી, ઠાકોર, કણબીને એક કરવા માટે પ્રયાસો કરે છે પણ સફળ રહેતા નથી. હાલમાં પાટીદાર સમાજ ભાજપ અને કોંગ્રેસ પર દબાણ ઉભું કરી ટિકિટો અંકે કરવા માટે પ્રયાસો કરી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પાટીદારો અને કોળી એક બને તો રાજ્યની પાલીતાણા, તળાજા, ચોટીલા, ભાવનગર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર, દસાડા, ધોળકા, ધંધુકા, ધ્રાંગધ્રા, માંગરોળ, ઊના, રાપર, સાણંદ બેઠકો પર સીધી અસર કરી શકે છે. અગાઉ પણ કોળી કણબી ભાઈ ભાઈના નારા લાગ્યા છે. આ બે જ્ઞાતિ સંપૂર્ણ રીતે એક થાય તો 75 બેઠકો પર પોતાનો દબદબો જાળવી શકે છે. આમ સરકાર બનાવવામાં આ બે જ્ઞાતિના સમીકરણો સૌથી મોટા છે. 

પાલીતાણામાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો, નિરીક્ષકો મૂંઝવણમાં
પાલીતાણાની બેઠક માટે દાવેદારી નોંધાવનારાનો રાફડો ફાટતા નિરીક્ષકોની મૂંઝવણ વધી છે કેમકે દાવેદારી કરનારા માં   25-30 વર્ષ જૂના કાર્યકરને જો પક્ષ ટિકિટ આપે તો અથવા બેથી પાંચ વર્ષથી જોડાયેલા કાર્યકર નેતાઓને જો ટિકિટની ફાળવણી કરે તો ભારે વિરોધ ઉભો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

વર્તમાન ધારાસભ્ય માટે અસંતોષનો લાભ કોને થશે?
બીજી બાજુ વર્તમાન ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા વિરૂધ્ધ પણ મોટા પ્રમાણમાં રજુઆતો થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પાલીતાણા બેઠક માટેના ઉમેદવારની પસંદગી માટેનો કોયડો ગુંચવાશે તેવું લાગી રહ્યું છે કારણ કે વર્તમાન ધારાસભ્ય વિરૂધ્ધની રજુઆતો તેમજ તેઓ પ્રજા લક્ષી કામો ઉપરાંત સ્થાનિક સમસ્યાઓનો યોગ્ય હલ કરવામાં કાચા પડ્યા હોવાની વિગતો પણ નિરીક્ષકો સમક્ષ આવી છે. ક્ષત્રિય સમાજમાંથી ટીકિટની માંગણી ધ્યાને લેવામાં આવે તો ભાજપના પ્રાંત ઉપાધ્યક્ષ અને આ બેઠક પર એકવાર ધારાસભ્ય રહી ચૂકેલા મહેન્દ્રસિંહ સરવૈયા પણ મુખ્ય દાવેદાર ગણી શકાય. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો આ વિસ્તાર હોવાથી ભાજપના ઉમેદવારની પસંદગીમાં તેમની ભૂમિકા પણ નિર્ણાયક મનાય છે.

કોનું છે પ્રભુત્વ
આ બેઠક પર કોળી સમાજ સંખ્યાત્મક પ્રભુત્વ ધરાવે છે. આશરે 60 હજાર કોળી મતદારો છતાં અત્યાર સુધી કોળી ઉમેદવાર જ અહીં જીતે એવું સમીકરણ ન હતું. 40 હજાર પાટીદાર, 20 ક્ષત્રિયો અને 17 હજાર દલિતો પણ અહીં નિર્ણાયક ગણાય છે અને દરેક સમાજના ઉમેદવાર અહીં ચૂંટણી જીતી ચૂક્યા છે. કોળી ઉમેદવાર સામે બે જ્ઞાતિના સમીકરણો સંતુલિત કરી શકાય તો અહીં જીતવાની શક્યતા ગણાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ