why hotels are free to charge more than the mrp as supreme court order hotels can charge more for bottled water
નિયમ /
હોટલ કે રેસ્ટોરન્ટ પાણીની બોટલના રૂપિયા MRPથી વધારે લે છે તો તમે કંઈ કરી ન શકો, જાણો કેમ
Team VTV11:12 AM, 26 Feb 20
| Updated: 08:04 PM, 29 Feb 20
લીગલ મેટ્રોલોજી એક્ટની કલમ 36માં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિને પ્રી પેકેજ્ડ પ્રોડક્ટ પર છપાયેલી કિંમત (MRP)થી વધારે ભાવે વેચે છે તો તેના પહેલા અપરાધને માટે તેની પર 25000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
પાણીની બોટલના વધારે રૂપિયા લેવા અંગે આ છે નિયમ
MRPથી વધારે ભાવ માટે વસૂલાય છે દંડ
પહેલા અપરાધ માટે લેવાય છે 25000 રૂ.નો દંડ
ટ્રેન હોય કે વિમાન મુસાફરી, સિનેમા હોય કે હોટલ જો તમે આ જગ્યાઓએ પાણીની બોટલની ખરીદી કરો છો તો તે સમયે તેના ભાવ ચેક કરો છો. દુકાનદાર અનેક વાર નિયમોની વિરુદ્ધમાં જઈને ગ્રાહકની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે. હોટલ અને રેસ્ટોરન્ટ માલિક MRPથી વધારે ભાવ લઈ શકે છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં પેકેજ્ડ પાણી અને કોલ્ડ ડ્રિંક્સના વધારે વેચાણથી વધારે ભાવે વેચવાને લઈને સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે વર્ષ 2017માં નિર્ણય સંભળાવ્યો હતો. હોટલ અને રેસ્ટોરન્ટને આ રીતે ભાવ લેતા રોકી શકાય નહીં કારણ કે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને લોકોને બેસવા માટે જે જગ્યા આપી છે તેને માટે પણ તેમણે ખર્ચ કર્યો છે.
આવો છે સરકારનો પ્લાન
કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને સંસદને જણાવ્યું કે સરકાર પાણીની બોટલ અને પેકિંગ કરેલા ખાદ્ય પદાર્થોને MRPથી વધારે ભાવે વેચવા માટેની બાબતને ગંભીરતાથી લઈ રહી છે.
કડક કાર્યવાહીના પગલાં લેવાશે
સરકાર લીગલ મેટ્રોલોજી કાયદા 2009માં સંશોધન કરશે. સંસદને એક સવાલના જવાબમાં કહેવાયું છે કે વધારે ભાવે પાણીની બોટલ વેચનારા પર કડક પગલાં લેવામાં આવશે. સરકારે વિચાર્યું છે લીગલ મેટ્રોલોજી કાયદામાં સંશોધન કરવામાં આવે. આ પછી પણ જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો કોર્ટમાં જઈ શકે છે.
વર્ષ 2017માં આવ્યો હતો આ નિયમ
આ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જસ્ટિસ રોહિંટન એફ નરીમને કહ્યું હતું કે કોર્ટ રેસ્ટોરન્ટ અને હોટલના ભાવ એક રાખવા માટે બાધ્ય નથી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતં કે જ્યારે રેસ્ટોરન્ટ, હોટલ અને મલ્ટીપ્લેક્સમાં મિનરલ વોટરની છાપેલી કિંમતથી વધારે ભાવ લેવાય છે ત્યારે ગ્રાહકના અધિકારોનું હનન થાય છે. આ ટેક્સ ચોરીને વધારે વેગ આપે છે.
શું છે લીગલ મેટ્રોલોજી એક્ટ?
લીગલ મેટ્રોલોજી એક્ટની કલમ 36માં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિને પ્રી પેકેજ્ડ પ્રોડક્ટ પર છપાયેલી કિંમતથી વધારે કિંમતે વેચવામાં આવે છે અને ડીલીવર પકડાય છે તો તેને પહેલા અપરાધ માટે 25000નો દંડ લાગે છે. ફરી વખત માટે 50000નો દંડ કરવામાં આવે છે. જો તેમ છતાં તે આ અપરાધ કાયમ રાખે છે તો તેને 1 લાખનો દંડ અને 1 વર્ષની જેલની સજા અથવા આ બંને સજા થઈ શકે છે.