ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / આરોગ્ય / Who honored the 10 lakh Asha Worker sisters of India

ગજગજ ફૂલશે છાતી / ભારતની 10 લાખ આશાવર્કર બહેનોનું આંતરરાષ્ટ્રીય સન્માન, કોરોનામાં શ્રેષ્ઠ કામીગીરી બદલ WHOએ આપ્યો એવોર્ડ

Published By: Khyati

Last Updated: 10:03 AM, 23 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાકાળ દરમિયાન ઘરે ઘરે જઇને  પોતાની ફરજ નિભાવનાર 10 લાખા આશા વર્કર બહેનોનું WHOએ કર્યુ સન્માન

ADVERTISEMENT

  • ભારતની આશાવર્કર બહેનોને આંતરરાષ્ટ્રીય સન્માન
  • WHOએ ભારતની 10 લાખ આશાવર્કરોનું સન્માન કર્યું
  • કોરોના મહામારી સમયે મહત્વપૂર્ણ કામગીરી કરવા માટે સન્માન

કોરોનાકાળમાં પણ ડર્યા વિના પોતાની ફરજ નિભાવનારા ફ્રન્ટ લાઇન વોરિયર્સનું કાર્ય ખરેખર કાબિલેદાદ છે. પોલીસકર્મીઓ, સફાઇ કર્મીઓ, ડોક્ટર, નર્સ સહિત આશાવર્કરો દ્વારા પણ અદભૂત કામગીરી કરવામાં આવી હતી. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ભારતની 10 લાખ આશાવર્કર બહેનોને સન્માનિત કરવામાં આવી.

ભારતની 10 લાખ આશાવર્કરોનું સન્માન 

મહત્વનું છે કે કોરનાકાળ દરમિયાન આશા વર્કર બહેનો દ્વારા ગ્રામીણ ક્ષેત્રોમાં ઘરે ઘરે જઇને કામગીરી કરવામાં આવતી હતી. કોરોના વાયરસ સામે લડવા માટે તેઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા અથવા આશા સ્વયંસેવક ભારત સરકાર દ્વારા આરોગ્ય કાર્યકર્તા જે ગ્રામીણ ક્ષેત્રમાં કાર્ય કરે છે. ભારતમાં કોરોના વાયરસ મહામારીના ચરમ પર રહેવાના સમયના રોગીઓની ઓળખ માટે ઘર-ઘરે જઇને આશા વર્કર બહેનો વિશેષ રુપે ચર્ચામાં આવી હતી. 

 

WHOએ રવિવારે છ પુરસ્કારોની જાહેરાત કરી હતી

WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે રવિવારે છ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આ પુરસ્કારો વૈશ્વિક સ્વાસ્થ્યને આગળ વધારવા, પ્રાદેશિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે નેતૃત્વ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આપવામાં આવે છે. ડાયરેક્ટર જનરલ ઘેબ્રેયસસે ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ માટે વિજેતાઓની પસંદગી કરી. આ પુરસ્કારોની સ્થાપના 2019 માં કરવામાં આવી હતી અને એવોર્ડ સમારોહ 75મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના ઉચ્ચ-સ્તરના ઉદ્ઘાટન સત્રનો ભાગ હતો.

 

કોરોના મહામારી સમયે મહત્વપૂર્ણ કામગીરી કરવા બદલ સન્માન


WHOએ કહ્યું કે સન્માનિત લોકોમાં આશા છે, જેનો હિન્દીમાં અર્થ થાય ઉમ્મીદ થાય છે.  ભારતમાં 10 લાખથી વધારે મહિલા સ્વયં સેવકોના સમુદાયને સ્વાસ્થ્ય પ્રણાલીથી જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે સન્માનિત કરવામાં આવ્યા.

ડબલ્યૂ એચઓના મહાનિર્દેશકે કહ્યું કે આવા સમયે જ્યારે દુનિયા, અસામનતા, સંઘર્ષ, ખાદ્યઅસુરક્ષા, જળવાયુ સંકટ અને એક મહામારીનો એક સાથે સામનો કરી રહી છે. આ પુરસ્કાર તે લોકો માટે છે જે દુનિયાભરમાં સ્વાસ્થ્યની રક્ષા અને પ્રોત્સાહન આપવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Who asha worker આશા વર્કર સન્માનિત Corona virus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ