બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Whether opening a bank account taking insurance or investing in stocks KYC is essentiaL

તમારા કામનું / ચાહે કોઇ યોજના હોય કે બેંક સંલગ્ન કામકાજ, દરેકે આ પ્રોસેસમાંથી તો પસાર થવું જ પડશે, નહીં તો કામ અટકી પડશે

Megha

Last Updated: 10:14 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KYC આપણા બધાના જીવનનો એક ભાગ બની ગયો છે. બેંક ખાતું ખોલાવવું હોય, વીમો લેવો હોય કે સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય આ બધા માટે KYC જરૂરી છે.

KYC એટલે કે Know Your Customer આ ગ્રાહકોની ઓળખ ચકાસવા અને પ્રમાણિત કરવા માટે રચાયેલ મુખ્ય પ્રક્રિયા છે. આ પ્રક્રિયા હેઠળ, ગ્રાહકો કેવાયસી ફોર્મ સાથે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, પાસપોર્ટ વગેરે જેવા તમામ જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી સબમિટ કરે છે. 

Topic | VTV Gujarati

KYC આપણા બધાના જીવનનો એક ભાગ બની ગયો છે. બેંક ખાતું ખોલાવવું હોય, વીમો લેવો હોય કે સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય, આ તમામ કાર્યો માટે આપણે વિવિધ KYC પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. હવે એવું નથી કે એક જગ્યાએ KYC થાય તો દરેક જગ્યાએ કામ થઈ જાય. કેવાયસી પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરવું લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે.

હવે જ્યારે પણ તમે બેંકમાં તમારું ખાતું ખોલો છો, ત્યારે તમારે તમારા ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો, પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. KYC તરીકે સબમિટ કરેલા આ દસ્તાવેજો તમારી ઓળખની પુષ્ટિ કરવા માટે છે. ખાતું ખોલાવ્યા પછી પણ કેવાયસી અપડેટના મેસેજ સમયાંતરે આવતા રહે છે. લોકો તેને અપડેટ કરે છે, પરંતુ ઘણા લોકો એવા છે જેમને KYC વિશે સંપૂર્ણ જાણકારી નથી.  

Stock Market Update | VTV Gujarati

KYC નો અર્થ છે તમારા ગ્રાહકને જાણો. આ પ્રક્રિયા હેઠળ, ગ્રાહકો કેવાયસી ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી સબમિટ કરે છે અને કંપનીઓ, બેંકો, સરકારી યોજનાઓ અને નાણાકીય સંસ્થાઓ આ દસ્તાવેજમાં ગ્રાહક સાથે સંબંધિત માહિતી એકત્રિત કરે છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તો તે વ્યક્તિની ઓળખ થઈ શકે.

નોંધનીય છે કે જો KYC પૂર્ણ ન થાય તો બેંક ખાતા સંબંધિત સેવાઓ બંધ થઈ જાય છે. સરકારી યોજનાઓમાં પણ, જો KYC ન હોય તો લાભ મેળવી શકતા નથી. કઈ બેંકમાં તમારા કેટલા એકાઉન્ટ છે, સાથે જ તમારા નામે જે પણ સ્કીમ ચાલી રહી છે, આ તમામ દસ્તાવેજો દ્વારા શોધી શકાય છે. બેંક અને યોજના ચલાવતી સંસ્થા પાસે આ દસ્તાવેજો દ્વારા તમારા વિશે સંપૂર્ણ માહિતી રહે છે. 

વધુ વાંચો: લોન લેવાનું વિચારી રહ્યા છો તો ફોલો કરો આ ઓનલાઈન સ્ટેપ્સ, PAN Card વગર થઈ જશે તમારૂ કામ

હવે એ વાત તો જાણીતી જ છે કે ગ્રાહકોએ જ્યારે પણ બેંક ખાતું ખોલાવવું, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેરોમાં રોકાણ કરવું અથવા વીમા પૉલિસી ખરીદવી ત્યારે તેમને વારંવાર KYC સબમિટ કરવું પડે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે, નાણાંમંત્રી નિર્મલા સીતારમણની આગેવાની હેઠળની નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) એ એક સમાન KYC સિસ્ટમ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સાથે, વિવિધ નાણાકીય ક્ષેત્રો માટે વારંવાર KYC આપવાની જરૂર રહેશે નહીં.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ