બ્રેકિંગ ન્યુઝ
ક્રેડિટ સ્કોર દરેક રીતે જરૂરી હોય છે. ભલે તમે ક્રેડિટ કાર્ડ લેવા જાઓ કે કોઈ લોન... દરેક જગ્યા પર તમારી પાસે ક્રેડિટ સ્કોરની માંગ કરવામાં આવે છે. આજે અમે તમને અમુક એવા સરળ સ્ટેપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે સરળતાથી ક્રેડિટ સ્કોર ચેક કરી શકો છો.
ADVERTISEMENT
.jpg)
ઘણી વખત ક્રેડિટ સ્કોર ચેક કરવા માટે તમને પાન નંબરની જરૂર પડે છે પરંતુ અમે તમને એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે કોઈ પણ પાન કાર્ડ વગર સ્કોર ચેક કરી શકો છો.
ADVERTISEMENT
કેવી રીતે કરશો ચેક?
ક્રેડિટ બ્યૂરોની વેબસાઈટ તમને ક્રેડિટ સ્કોર ચેક કરવાની પરવાનગી આપે છે. CIBIL પર જઈને તમે સરળતાથી તેને ચેક કરી શકો છો. અહીં પર તમને પાન કાર્ડ વગરના ક્રેડિટ સ્કોર ચેક કરવાની પરવાનગી આપવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કારણ કે તમને અમુક જરૂરી જાણકારી શેર કરવાની રહેશે.
કેટલી લાંબી છે આ પ્રોસેસ?
તમને પહેલા જ જણાવી દઈએ કે આ પ્રોસેસ થોડો વધારે સમય લેશે. અમુક જરૂરી જાણકારી આપવાની સાથે તમને ક્રેડિટ બ્યૂરોને અમુક ફી આપવી પડશે. કોઈ થર્ડ પાર્ટી મોબાઈલ એપ્સ પણ છે જે તમને ક્રેડિટ સ્કોર ચેક કરવાની પરવાનગી આપે છે. તમને પહેલા જ જણાવી દઈએ કે અહીં તમને આધાર ઓટીટીના માધ્યમથી વેરિફાઈ પણ કરવાનું રહેશે. અહીં તમને આઈડી પ્રૂફની જાણકારી આપવાની રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેવી રીતે CIBIL Score કરશો મેઈન્ટેઈન
CIBIL Score મેઈન્ટેઈન કરવાની ઘણી રીતો છે. આજે અમે તમને એક એવી જ સરળ રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમારો ક્રેડિટ સ્કોર ખૂબ સારો હોઈ શકે છે. સૌથી પહેલા તો તમને બધી લોન અને ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ સમયથી કરવાનું રહેશે. જે તમે સમયથી આ મેઈન્ટેન કરતા રહેશો તો ક્રેડિટ સ્કોર પણ મેઈન્ટેઈન રહેશે. તમને કંઈ અલગથી કરવાની જરૂર નહીં રહે. બસ તમને આજ સ્ટેપ્સને ફોલો કરવાના રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.