Monday, June 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / મેવાણીએ જ્યાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યાં 21મીએ PM મોદી કરશે પ્રચાર

મેવાણીએ જ્યાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે ત્યાં 21મીએ PM મોદી કરશે પ્રચાર

લોકસભાના બીજા તબક્કાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રાજકીય પક્ષો પોતાના પ્રચારમાં લાગ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21મી એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે.

લોકસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી 21મી એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે. જે દરમિયાન પ્રધાનમંત્રી ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. 21 એપ્રિલે પીએમ મોદી પાટણ યુનિવર્સિટીમાં વિશાળ જનસભા સંબોધશે.
 
Image result for jignesh mevani Pm modi

તમને જણાવીએ કે, ત્યારે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. જેને લઇને જિજ્ઞેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું. સાથે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા. મેવાણીએ કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવવાની અટકળોને સારી રીતે જીવંત રાખી છે. જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો તે પોલીટિકિલ સુસાઈડ છે. જો કે અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાશે તો તેમની સાથે રાજકીય મિત્રતા નહીં રહે.
 

વધુમાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમિત શાહ અને મોદીને મારી ચેલેન્જ છે કે પાટણ અને બનાસકાંઠા બેઠક પર જીતવા નહીં દઉં. જ્યારે હવે પીએમ મોદી 21મી એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે અને પાટણ યુનિવર્સિટીમાં વિશાળ જનસભા સંબોધશે.
PM modi BJP Jignesh Mevani

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ