બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / What's up! Now even the gas cylinders are 'smart', this information can be obtained only by scanning

તમારા કામનું / શું વાત છે! હવે તો ગેસના સિલિન્ડર પણ 'સ્માર્ટ', સ્કેન કરતાં જ મળશે આ જાણકારી

Megha

Last Updated: 03:06 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ચેરમેન શ્રીકાંત માધવએ જણાવ્યું હતું કે આવનાર ત્રણ મહિનામાં તમામ ઘરેલુ ગેસ સિલિન્ડરમાં QR કોડ હશે.

  • એલપીજી સિલિન્ડર ટ્રેક કરી શકાશે
  • નવા સિલિન્ડર પર QR કોડ વેલ્ડિંગ કરવામાં આવશે
  • 20 હજાર LPG સિલિન્ડરો પ્રથમ તબક્કામાં જારી કરવામાં આવ્યા

જો તમારી પાસે પણ LPG ગેસ સિલિન્ડરનું કનેક્શન છે, તો આ સમાચાર તમારા કામનાછે. આ સમાચાર વાંચીને દરેક LPG ગેસ સિલિન્ડર કનેક્શન ધરાવતા લોકો ખુશ થઈ જશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા QR કોડ આધારિત સિલિન્ડર લોન્ચ કરવામાં આવ્યું છે એટલે કે તેની મદદથી સિલિન્ડરને ટ્રેક અને ટ્રેસ કરી શકાશે. 

એલપીજી સિલિન્ડર ટ્રેક કરી શકાશે
ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ચેરમેન શ્રીકાંત માધવએ જણાવ્યું હતું કે આવનાર ત્રણ મહિનામાં તમામ ઘરેલુ ગેસ સિલિન્ડરમાં QR કોડ હશે. વર્લ્ડ એલપીજી વીક (World LPG Week 2022) 2022ના અવસર પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે આ એક ક્રાંતિકારી પરિવર્તન છે કારણ કે તેને કારણે ગ્રાહકો એલપીજી સિલિન્ડરને ટ્રેક કરી શકશે.

નવા સિલિન્ડર પર QR કોડ વેલ્ડિંગ કરવામાં આવશે
આ વિશે આગળ વાત કરતાં એમને જણાવ્યું હતું કે QR કોડ દ્વારા ગ્રાહકો સિલિન્ડર વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકશે. ઉદાહરણ તરીકે સિલિન્ડર ક્યાં રિફિલ કરવામાં આવ્યું છે અને સિલિન્ડર સંબંધિત કયા સલામતી પરીક્ષણો કરવામાં આવ્યા છે. QR કોડ હાલના સિલિન્ડર પર લેબલ દ્વારા ચીપકાવવામાં  આવશે અને નવા સિલિન્ડર પર વેલ્ડિંગ કરવામાં આવશે. QR કોડ સાથે એમ્બેડેડ 20 હજાર LPG સિલિન્ડરો પ્રથમ તબક્કામાં જારી કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ એક પ્રકારનો બારકોડ છે, જેને ડિજિટલ ડિવાઇસ દ્વારા રીડ કરવામાં આવી શકે છે. પુરીએ આગળ કહ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં તમામ 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં QR કોડ ફીટ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે પહેલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ની શરૂઆતમાં સ્વચ્છ રસોઈ ઇંધણની ઉપલબ્ધતા એ દેશના ગ્રામીણ પરિવારો માટે એક મોટો પડકાર હતો પણ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ઉજ્જવલા યોજના શરૂ થયા બાદ ગ્રામજનોને રાહત મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ