બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / what is axis bank consolidated charges and what type of charges make consolidated charges

કામની વાત / Axis બૅન્કના ખાતામાં સટાસટ કપાઈ રહ્યા છે પૈસા, તમારું ખાતું હોય તો જાણી લેજો કેમ

Premal

Last Updated: 06:19 PM, 26 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે એક્સિસ બેન્કના ગ્રાહક છો તો એક વખત ફોનમાં મેસેજ ચેક કરી લો. જો શક્ય હોય તો ખાતાનું બેલેન્સ પણ ચેક કરી લો. એક્સિસ બેન્ક પોતાના ગ્રાહકોનો ખાસ કોન્સોલિડેટ ચાર્જ કાપી રહ્યું છે. આ એક પ્રકારનો ખાસ ચાર્જ છે, જે દરેક બેન્ક પોતાના ગ્રાહકો પાસેથી વસૂલે છે.

  • એક્સિસ બેન્ક પોતાના ગ્રાહકોનો ખાસ કોન્સોલિડેટ ચાર્જ કાપી રહ્યું છે
  • જો તમારે બચત ખાતુ છે તો આ નિયમ ખાસ વાંચી લેવો
  • આ ઉપરાંત સેલેરી એકાઉન્ટ પર પણ ચાર્જ કપાશે

ગ્રાહકને મળ્યો મેસેજ

તમે તેને સરળ ભાષામાં જાણી શકો છો કે બચત એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ અથવા અન્ય કોઈ એકાઉન્ટ હોય. બેન્ક તમને જે વધારાની સેવાઓ આપે છે. તેના બદલે અમુક ચાર્જ કાપે છે, જેને કોન્સોલિડેટ ચાર્જ કહેવામાં આવે છે. જો તમે બચત ખાતુ ચલાવો છો તો મહિનાના અંતમાં તમારા ખાતામાંથી કૉન્સોલિડેટ ચાર્જ કાપવામાં આવશે. કેટલાંક આવા નિયમો હેઠળ એક્સિસ બેન્કે સેલેરી એકાઉન્ટ પર પણ આ ચાર્જ કાપવાનુ શરૂ કર્યુ છે, જેનો મેસેજ ગ્રાહકોના મોબાઈલ નંબર પર આવી રહ્યો છે. આ ચાર્જ એસએમએસ એલર્ટના નામે કાપી રહ્યાં છે. એક સેલેરી એકાઉન્ટ ગ્રાહકને મળેલા મેસેજમાં લખવામાં આવ્યું છે, તમારા ખાતામાંથી 4 રૂપિયા (જીએસટીની સાથે) એસએમએસ એલર્ટ માટે કાપવામાં આવ્યાં છે, જે 16 મેસેજ માટે છે. અત્યારે SMS એલર્ટ ચાર્જ 25 પૈસા પ્રતિ SMS છે, જે એક ક્વાર્ટરમાં મહત્તમ 15 રૂપિયા નક્કી કરેલો છે. 

એક્સિસ બેન્કે શું કહ્યું?

અન્ય એક મેસેજમાં કઈક આવી વાત કહેવામાં આવી છે અને 4.25 પૈસા કાપવામાં આવ્યાં છે. આ 17 મેસેજના હિસાબે કાપવામાં આવ્યાં છે. ખાતાનુ બેલેન્સ ચેક કરીએ તો તેમાં કોન્સોલિડેટ ચાર્જના નામે 8.25 રૂપિયા અને તેના પર 18 ટકા જીએસટીના હિસાબે 1.49 રૂપિયા કાપવામાં આવ્યાં છે. જો તમે પણ એક્સિસ બેન્કના ગ્રાહક છો તો એક વખત પોતાનું બેલેન્સ ખાસ ચેક કરી લો. 

કયા-કયા ચાર્જનો થાય છે સમાવેશ? 

કોન્સોલિડેટ ચાર્જમાં કયા-કયા ચાર્જ કપાય છે, તે અંગે પણ જાણવુ ખૂબ જરૂરી છે. એક્સિસ બેન્કની વેબસાઈટ પર જોઈએ તો કોન્સોલિડેટેડ ચાર્જમાં 9 અલગ-અલગ ખર્ચા સામેલ છે. ડેબિટ કાર્ડ ચાર્જ, નોન મેન્ટેઇનન્સ ઑફ મિનિમમ બેલેન્સ, ફ્રી ટ્રાન્જેક્શન ચાર્જ, ટ્રાન્જેક્શન ફેલ્યોર ચાર્જ, ટ્રાન્જેક્શન ચાર્જ, ડુપ્લિકેટ પાસબુક-સ્ટેટમેન્ટ ફી, આઈ-કનેક્ટ નેટ સિક્યોર ડિવાઈસ ચાર્જિસ, એડિશ્નલ પ્રોડક્ટ ચાર્જના નામ તેમાં સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ