બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / weather forecast next 2 day rain alert in south gujarat and saurashtra
ADVERTISEMENT
રાજ્યમાં એક તરફ ચોમાસુ અંતિમ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે રાજ્યમાં આગામી બે દિવસ કેટલીક જગ્યાઓ પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી હળવા ભારે વરસાદની આગાહી કરવામાં આી છે. જેમાં સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
આમ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં જામનગર, પોરબંદર, દ્વારકામાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.