લોકડાઉન / ગુજરાતમા દોઢ વર્ષ સુધી અનાજ મળી રહે તેવી FCI ની તૈયારી, ગોડાઉનમાં 6 લાખ 50 હજાર ટન અનાજનો જથ્થો

અનાજ પુરવઠાને લઇ ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. લોકોને અન્નનો પુરવઠો મળી રહે તેના માટે સરકારનું ફૂડ કોર્પોરેશન ઇન્ડિયા કટીબદ્ધ દેખાઇ રહ્યું છે. દરરોજ 12 હજાર ટન ઘઉં અને ચોખા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકારને આપવામાં આવે છે. અન્ય રાજ્યમાંથી પ્રતિ દિવસ 12 હજાર ટનની ખરીદી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 3 કરોડ 82 લાખ લાભાર્થીઓને બમણું અનાજ 3 મહિના સુધી આપવામાં આવશે. ગુજરાતમાં દોઢ વર્ષ સુધી અનાજ મળી રહે તેવી FCIની તૈયારી છે. રાજ્યના ફૂડ કોર્પોરેશનના 33 ગોડાઉનમાં જથ્થો ઉપલબ્ધ છે. આ તમામ ગોડાઉનમાં 6 લાખ 50 હજાર ટન અનાજનો જથ્થો છે. અને દરરોજ માલગાડી મારફતે અનાજનો જથ્થો અમદાવાદ આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ