Water shortage in Banaskantha, Farmers demand Narmada water for crops
આવ રે વરસાદ.. /
બનાસકાંઠામાં વિપરીત સ્થિતિ: ખેડૂતો કાગડોળે જોઈ રહ્યા છે મેહુલિયાની રાહ, ડેમ ખામીખમ થતાં ઉભો પાક સુકાયો
Team VTV11:47 PM, 14 Jun 22
| Updated: 11:50 PM, 14 Jun 22
બનાસકાંઠા જિલ્લો આજે પણ પાણી માટે તરસી રહ્યો છે. જિલ્લાના બે મુખ્ય ડેમ ખાલીખમ પડ્યા છે. ત્યારે હવે ખેડૂતો ભગવાન ભરોસે બેઠા છે કે વરસાદ આવે અને તેમના પાકને જીવનદાન મળે
બનાસકાંઠામાં પાણીની અછત
દાંતીવાડા-સીપુ ડેમ ખાલી ખમ
નર્મદાનું પાણી પહોંચાડવા માગ
પાણી માટે તરસતું દાંતીવાડા સીપુ-દાંતિવાડા ડેમ ખાલી ખમ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તો પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને વરસાદી ઝાપટા પણ પડી ગયા.. પણ હજુ પણ રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં લોકો પાણી માટે તરસી રહ્યા છે. વાત થઈ રહી છે બનાસકાઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની.. જ્યાં દાંતીવાડા અને સીપુ એમ બે ડેમ આવેલા છે.. છતાં તાલુકાના ખેડૂતોની હાલત કફોડી છે.. ગત વર્ષે ચોમાસું નબળું હોવાથી વરસાદ નહીંવત થયો હતો. જળાશયો ખાલીખમ છે.. જેથી ખેડૂતોના ઉભા પાક પણ હવે પાણી વિના સુકાઈ રહ્યા છે. એક હજારથી 1200 ફૂટ સુધી બોર ખોદવા છતાં પાણી નથી મળી રહ્યું.. ત્યારે ખેડૂતો હવે વરસાદની મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે.
ખેડૂતોનો ઉભો પાક સુકાયો
સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂનથી બેસતું હોય છે. અને આ વર્ષે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડી ગયા છે. જેથી ખેડૂતોમાં પણ આશા બંધાઈ છે કે આ વર્ષે ચોમાસું સારું રહે અને ગત વર્ષે જે નુકસાન ગયું છે તેની ભરપાઈ આ વર્ષે થઈ શકે.. દાંતીવાડામાં ખેડૂતોએ ઉનાળામાંબાજરીનો પાક વાવ્યો હતો. જોકે સિંચાઈ માટે પાણી ન મળતાં પાક સુકાઈ ગયો છે.. પાણી મળતાં પશુપાલન અને ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતના મતે પાણીના તળ ઉંડા જતાં બોર બનાવવાનો ખર્ચ પણ પાંચથી સાત લાખ રૂપિયા થાય છે.. આટલો ખર્ચ કર્યા બાદ પણ પાણી ન મળતાં ખેડૂતોને ખર્ચ માથે પડી રહ્યો છે.
ખેડૂતોની મુશ્કેલી ક્યારે સમજશે સરકાર?
બનાસકાઠા જિલ્લાને દાંતિવાડા અને સીપુ ડેમમાંથી પાણી મળે છે પણ બન્ને ડેમ ખાલી હોવાથી દાંતિવાડા જિલ્લાના ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું.. ત્યારે હવે ખેડૂતોનો એક જ આધાર છે કે કૅદરત મહેરબાન થાય અને વરસાદ વરસે..સરકારી યોજનાઓ માત્ર કાગળ પર છે. જોકે સરકાર માટે દાંતિવાડા અને સીપુ ડેમમાં નર્મદાના પાણી નાખવા મુશ્કેલ નથી. જોકે હવે પાઈપલાઈન દ્વારા આ બન્ને ડેમમાં નર્મદાનું પાણી કયારે પહોંચેછે. અને ખેડૂતોને ડેમના પાણી મળશે કે પછી વરસાદ પર જ આધાર રાખવો પડશે તે તો સમય જ નક્કી કરશે.