નયનતારા અને વિગ્નેશ શિવન લગ્ન બાદ લાંબી હનીમૂન ટ્રિપ પર જવાને બદલે મંદિરોનો પ્રવાસ કરી રહ્યા છે. જ્યાં તે અન્નદાન કરી રહ્યા છે.
લગ્ન બાદ હનીમુન પર નથી ગયા નયનતારા અને વિગ્નેશ
મંદિરોમાં જઈને કરી રહ્યા છે અન્નદાન
જરૂરીયાતમંદોને કરાવી રહ્યા છે ભોજન
નયનતારા અને વિગ્નેશ ભારતીય સિનેમાના કપલ્સથી સૌથી અલગ છે. સામાન્ય રીતે સેલેબ્સ મેરેજ પછી સીધા હનીમૂન ટ્રિપ પર નિકળી જાય છે. ત્યાં જ સાઉથના આ કપલ 7 ફેરા લીધા બાદ સતત મંદિરોના પ્રવાસ કરી રહ્યા છે. જાણકારી અનુસાર, નયનતારા અને વિગ્નેશ આજકાલ મંદિરોમાં અન્નદાન કરી રહ્યા છે. અને જરૂરિયાતમંદોને ભોજન કરાવી રહ્યા છે. હવે તે કેરળના ચેટ્ટીકુલંગરા દેવી મંદિર પહોંચ્યા છે. જ્યાં 2 વીક રહેશે અને ખાસ પૂજા કરશે.
— Wikki Nayan Wedding ❤️ (@Rowdy_Pictures) June 11, 2022
વૃદ્ધાશ્રમોમાં કરાવ્યું ભોજન
નયનતારા અને વિગ્નેશે હજારો અનાથ બાળકો અને વૃદ્ધ લોકોને તેમના લગ્ન બાદ બપોરનું ભોજન કરાવ્યું છે. દંપતિએ સ્વાદિષ્ટ દક્ષિણ ભાતીય ભોજન આખા તમિલનાડુમાં અનાથાલયો અને વૃદ્ધાશ્રમોમાં આપ્યું છે. જરૂરીયાતમંદોને ભોજન કરાવવા અને કપલને આશીર્વાદ આપતી ઘણી તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જે વાયરલ થઈ રહ્યા છે.
— Wikki Nayan Wedding ❤️ (@Rowdy_Pictures) June 11, 2022
18 હજાર બાળકોને કરાવ્યું ભોજન
સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં બાળક અને વૃદ્ધોને નયનતારા અને વિગ્નેશ શિવનને સુખી વૈવાહિક જીવન માટે આશીર્વાદ આપતા જોઈ શકાય છે. કૃતજ્ઞતાના પ્રતીકના રૂપમાં દંપતિએ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે તમિલનાડુમાં 18,000 બાળકો અને 1 લાખ લોકો માટે બપોરે ભોજનની મેજબાની કરવાનો નિર્ણય કર્યો હતો. આ કપલ પોતાના ફેન્સના દિલ જીતવાની સાથે જરૂરીયાતમંદોની દુવાઓ પણ મેળવી રહ્યું છે.