બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VTV team reached the house of bootlegger Gajuben of Rojid village

બોટાદ / રોજિદ ગામની માથાભારે બુટલેગર ગજુબેનના ઘરે પહોંચી VTVની ટીમ, જુઓ શું મળી આવ્યું

Kishor

Last Updated: 05:19 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લઠ્ઠાકાંડને લઇને 11 લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે તેવા રોજિદ ગામે VTV ન્યૂઝની ટીમ મહિલા બુટલેગર ગજુબેનના ઘરે પહોંચી હતી.

  • VTV ન્યૂઝની ટીમ મહિલા બુટલેગર ગજુબેનના ઘરે પહોંચી 
  • રોજિદ ગામના કેટલાક લોકોએ ગજુબેનના ઘરે પીધો હતો દારૂ
  • ગજુબેનના ઘરેથી દારૂની ખાલી પોટલી મળી 

લઠ્ઠાકાંડને પગલે અસરગ્રસ્તોના ટપોટપ મોત નિપજતા બરવાળા-ધંધૂકાના કેટલાય ગામોમાં શોક અને આક્રંદની કાલીમાં પ્રસરી ગઈ છે. લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંકનો ગોઝારો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો તેવામાં બોટાદ જિલ્લાના રોજિદ ગામે 11 અસરગ્રસ્ત લોકોના મોત નિપજતા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જેને લઈને જેના નામ માત્રથી ગ્રામજનોમાં ફફડાટ છે તેવા આ કાંડમાં કશૂરવાર મહિલા બુટલેગર ગજુબેનના ઘરે VTV ન્યૂઝની ટીમ પહોંચી હતી. જયા ગજુબેનના ઘરેથી દારૂની ખાલી પોટલીઑ મળી આવી હતી.

મહિલા બુટલેગરના નામથી ગ્રામજનોમાં ફફડાટ
લઠ્ઠાકાંડને લઈને ગુજરાત આખું હચમચી ગયું છે. નશો કરવા ગયેલા 42 જેટલા લોકો મોતના મુખમાં ધકેલાતા બરવાળા-ધંધૂકાના પંથકમાં સનસનાટી મચી ગઇ છે. આ પ્રકરણને લઇને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેવામાં VTV ન્યૂઝની ટીમ રોજિદ ગામે મહિલા બુટલેગર ગજુબેનના ઘરે પહોંચી હતી. રોજિદ ગામના કેટલાક લોકોએ ગજુબેનના ઘરે જ દારૂનો નશો કર્યો હોવાનું જાણવા  મળ્યું હતું. જેના  બોલતા પુરાવા રૂપે ગજુબેનના ઘરેથી દારૂની ખાલી પોટલી મળી આવી હતી. વધુમાં મહિલા બુટલેગરે દારૂ વહેંચવા ઘરની બહાર LED લાઈટ પણ લગાવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી દયનીય સ્થિતિ
રોજીદ ગામનો પરમાર પરિવાર એક ઝાટકે વિખેરાઈ ગયો, એક જ પરિવારના 3 લોકો ઝેરી દારૂ પિતા મોતને ભેટયા છે. વશરામભાઇ પરમાર, શાંતિભાઈ અને દીપક પરમારે દમ તોડતા બાળકો નોંધારા બન્યા છે, આ પરમાર પરિવારમાં કમાવવા વાળો ઘરનો મોભી જતો રહ્યો છે અને ખાવા વાળા 2 બાળકો સહિત મૃતકની પત્ની, તેના માતા-પિતા છે જે ઘરડા છે કામ કરવાની સ્થિતિમાં નથી. આથી પરિવારની દયનીય સ્થિતિ થઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ