બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / VTV News Success Big suggestions to GPCB officials regarding water problem in Surrey village

એલર્ટ / VTV ન્યૂઝનો પડઘો : સરી ગામની પાણીની સમસ્યા મામલે GPCBના અધિકારીઓને તાબડતોબ કરાયા મોટા સૂચન

Kishor

Last Updated: 11:54 PM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરી ગામની પાણીની સમસ્યા અંગે GPCBના અધિકારીઓને પાણીના સેમ્પલ ચકાસવા માટે સૂચના આપવામાં આવી છે.

  • અમદાવાદના સરી ગામની પાણીની સમસ્યાનો મામલો
  • VTVના અહેવાલ બાદ પ્રશાસન અલર્ટ
  • GPCBના અધિકારીઓને પાણીના સેમ્પલ ચકાસવા કરાયા સૂચન

અમદાવાદના સરી ગામની પાણીની સમસ્યા મામલે VTV ન્યૂઝના અહેવાલ બાદ પ્રશાસન અલર્ટ મોડ પર આવી ગયું છે અને VTVના આ અહેવાલની પર્યાવરણ ભવને ખાસ નોંધ લીધી છે. આ મામલે ઉચ્ચકક્ષાએથી GPCBના અધિકારીઓને પાણીના સેમ્પલ ચકાસવા માટે સુચના આપી દેવામાં આવી છે. આથી GPCBની ટીમ અમદાવાદના સરી ગામે પહોંચી હતી અને ગાંધીનગરથી સૂચન બાદ ગ્રામ્ય GPCBના અધિકારીઓએ દોડી જઈને પાણીના સેમ્પલ લીધા હતા.

GPCBના અધિકારીઓને પાણીના સેમ્પલ ચકાસવા સુચના
ઉલેખનીય છે કે પર્યાવરણ વિદ પ્રફૂલ મહેતાએ પાણીના પ્રશ્ન મામલે ઘટસ્ફોટ કર્યો હતો અને કુવાના પાણીમાં TDSની ગંભીર માત્રા અંગે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ VTV ન્યૂઝએ અહેવાલ પ્રસિદ્ધ કરતાં તંત્ર સફાળું જાગ્યું છે અને GPCBના અધિકારીઓને પાણીના સેમ્પલ ચકાસવા સહિતના જરૂરી પગલાં લેવા સુચના આપવામાં આવી છે.  


શુ હતો સમગ્ર મામલો?
અમદાવાદના સાણંદ, બાવળા અને ધોળકાના ગ્રામ્ય વિસ્તારોના પાણીમાં ક્લોરાઈડ યુક્ત અને ભારે પ્રમાણમાં TDS ધરાવતું પાણી આવી રહ્યું છે. જે પાણી પીવા લાયક નથી. પણ સરી ગામના લોકો કૂવાનું ગંદુ પાણી પીવા માટે મજબૂર છે કેમ કે હજુ સુધી અહીં નર્મદા પાણી પહોંચ્યા નથી. સરી અને મટોડા ગામમાં છેલ્લા ઘણા સમયથી ભારે TDS અને ક્લોરાઈડ વાળુ પાણી કૂવામાંથી આવી રહ્યું છે. આ અંગે સ્થાનિક લોકોએ અનેકવાર પાણી પુરવઠા વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી છે પણ તંત્ર છે કે કાર્યવાહીમાં રસ  દાખવતું નથી. અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેમિકલયુક્ત પાણી પીવાના કારણે ગ્રામજનોને કીડની, ચામડીના રોગ થાય છે. એટલું જ નહીં પીવા માટે બહારથી વેચાતુ પાણી મંગાવવું પડે છે. પણ ગરીબ લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. સામાજિક કાર્યકર પ્રફૂલ મહેતાએ આ પાણીનો રિપોર્ટ કરાવ્યો હતો ત્યારે સામે આવ્યું કે કૂવાના પાણીની હાર્ડનેસ 200ના હોવી જોઈએ જે રિપોર્ટમાં 600 આવી છે. અને TDS 500ના સ્થાને 2 હજાર જેટલું નોંધાયું છે. કેલ્શયિમ 75 હોવું જોઈએ જેના બદલે રિપોર્ટમાં 200 આવ્યું છે. જે દર્શાવે છે કે પાણી પીવાલાયક છે જ નહીં. આ અંગેના અહેવાલ બાદ તંત્ર દોડતું થયુ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ