બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vodaodra police strickly follow covid guideline

વડોદરા / બેદરકારી પડી શકે છે ભારે, વડોદરામાં માસ્કના દંડની જે રકમ ઉઘરાવામાં આવી તે જાણીને ચોંકી જશો.

Ronak

Last Updated: 10:09 AM, 30 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા પોલીસ અને પાલીકા દ્વારા માસ્કના દંડની 14.40 કરોડની રકમ ઉઘરવામાં આવી છે. દંડની રકમને લઈને એ વસ્તું સામે આવી કે લોકો હજુ પણ માસ્કને લઈને બેદરકાર છે.

  • વડોદરામાં પોલીસ અને પાલીકાએ કોરોડોનો દંડ ઉઘરાવ્યો 
  • માસ્ક ન પહેરતા લોકો પાસેથી ઉઘરાવ્યો દંડ 
  • કુલ 14.40 કરોડનો દંડ પોલીસ અને પાલીકાએ ઉઘરાવ્યો 

વડોદરા શહેરમાં પોલીસ અને પાલીકા દ્વારા માસ્કના દંડની જે રકમ ઉઘરાવવામાં આવી છે. તે જાણીને તમે પણ ચોંકી જશો. અહીયા લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ 14.40 કરોડ જેટલી મોટી રકમ ઉઘરવવામાં આવી છે. દંડની રકમને લઈને અંદાજો આવી જાય છે. કે વડોદરા શહેરમાં હજુ પણ લોકો માસ્કનું મહત્વ નથી સમજી શક્યા. 

માસ્ક અને સોશિયલ ડિસટન્સિંગ જરૂરી

કોરોના મહામારીમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સિંગ આ બે વસ્તુઓની કાળજી રાખવી ખાસ જરૂરી છે. પરંતુ તેમ છતા લોકો આ બંને વસ્તુઓનું મહત્વ નથી સમજી રહ્યા. લોકોની બેદરકારીને સંક્રમણ વધે છે. જેના કારણે સરકાર દ્વારા માસ્કના દંડની મસમોટી રકમ રાખવામાં આવી છે. તેમ છતા પણ ઘણા લોકો એવા છે કે જેઓ માસ્ક પહેરતાજ નથી. 

પોલીસે 1,70,000 કેસ નોંધ્યા

વડોદરા પોસીલ દ્વારા માસ્ક ન પહેર્યું હોય તેના કુલ 1 લાખ 70 હજાર કેસ નોંધાયા છે. તો બીજી તરફ પાલિકાની JET ટીંમ દ્વારા પણ 43.81 લાખનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે. પહેલાથી સરકાર દ્વારા માસ્કના દંડની કરમ 1 હજાર રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ તેમ છતા અમુક લોકો માસ્ક નથી પહેરતા. 

ડેલ્ટા વેરિએંટને લઈને ભયનો માહોલ 

રાજ્યમાં હાલ કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી સરકાર દ્વારા ધીરે ધીરે બધા પ્રતિબંધો હટાવામાં આવી રહ્યા છે. પરંતુ હાલ કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિએંટને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. કારણકે નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએંટને કારણે ત્રીડી લહેર આવી શકે છે. 

ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી 

ઉલ્લેખનીય છે કે કોરોના સામે લડવા માટે સરકાર દ્વારા પણ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વેક્સિનેશનમાં હાલ ઘણો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ જ્યા સુધી કોરોના નાબૂદ ન થાય ત્યા સુધી આપણે ગાઈડલાઈનનું પાલન કરવું પડશે તોજ તેનાથી સુરક્ષીત રહી શકીશું જેમા ખાસ કરીને માસ્ક આપણે ફરજિયાત જાહેર સ્થળો પર પહેરીનેજ રાખવું પડશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Fine Police mask બેદરકારી માસ્કદંડ વડોદરા vadodra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ