બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Vodafone Idea launches affordable Rs 29 prepaid recharge plan

લોન્ચ / વોડાફોનએ લોન્ચ કર્યો 29 રૂપિયાનો સસ્તો પ્લાન, કોલિંગ અને ડેટાની સાથે મળશે આ સુવિધાઓ

Noor

Last Updated: 04:36 PM, 22 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ જ્યારે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે મોટાભાગના લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. એવામાં લોકો ઈન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યાં છે. જેથી વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે ટેલિકોમ કંપનીઓ નવા નવા પ્લાન લાવતી રહે છે. તો હવે વોડાફોન આઈડિયાએ 29 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. ચાલો જાણીએ આ સસ્તા પ્લાન વિશે.

  • વોડાફોન તેના ગ્રાહકો માટે લઈને આવ્યું સસ્તો પ્લાન
  • વેલિડિટી, ડેટા સહિત મળશે આ સુવિધા
  • વોડાફોનના ગ્રાહકોને આ પ્લાન ઓલરાઉન્ડર ઓપ્શન તરીકે મળશે

વોડાફોનના આ નવા પ્લાનમાં વોઈસ કોલિંગની સાથે એસએમએસ અને 20 રૂપિયાનું ટોકડાઈમ મળશે. સાથે જ 100 એમબી હાઈ સ્પીડ ડેટા પણ ગ્રાહકોને મળશે. આ પ્લાનની વેલિડિટી 14 રૂપિયા છે. વોડાફોનના ગ્રાહકોને આ પ્લાન ઓલરાઉન્ડર ઓપ્શન તરીકે મળશે. જ્યારે આઈડિયાના ગ્રાહકો માટે આ પ્લાન રેટ કટર તરીકે ઉપલબ્ધ રહેશે. 

વોડાફોનની વેબસાઈટ પર ઓફિશિયલ લિસ્ટિંગ મુજબ 29 રૂપિયાના આ પ્લાનમાં 20 રૂપિયા ટોકટાઈમ મળશે. જે માત્ર વોઈસ કોલિંગ અને એસએમએસ માટે વેલિડ રહેશે. ગ્રાહકોને લોકલ અને નેશનલ કોલ્સ માટે 2.5 પૈસા પ્રતિ સેકન્ડની દરે ચૂકવવા પડશે. સાથે જ આ પ્લાનમાં ગ્રાહકોને 100 એમબી ડેટા પણ મળશે.

વોડાફોનના ગ્રાહકોની સાથે આ પ્લાનના ફાયદાઓ આઈડિયાના ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ છે. વોડાફોન આઈડિયાનો 29 રૂપિયાનો પ્લાન હાલ માત્ર દિલ્હી સર્લકમાં જ ઉપલબ્ધ છે. જેથી અન્ય સર્કલના ગ્રાહકો હાલ આ પ્લાનનો લાભ લઈ શકશે નહીં. જોકે, આવનારા દિવસોમાં અન્ય સર્કલમાં પણ આ પ્લાન ઉપલબ્ધ થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Best Plan Prepaid plan Recharge Plan Vodafone Idea affordable plan launches telecom Launch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ