બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli made a video call after RCB became champions, congratulated the team

WPL 2024 / RCB બની ચેમ્પિયન તો વિરાટ કોહલીએ કર્યો વીડિયો કોલ, સ્મૃતિ મંધાના સહિત ટીમને આપ્યા અભિનંદન

Megha

Last Updated: 12:29 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડથી ભારત પરત ફરેલા કોહલીએ RCB ચેમ્પિયન બનતાની સાથે જ સ્મૃતિ મંધાના સહિત સમગ્ર ટીમને વીડિયો કોલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. જેનો વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટ્રોફી કે ટાઇટલ જીતવા માટેની રાહ પૂરી થઈ ગઈ છે. સ્મૃતિ મંધાનાની ટીમે મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024નું ટાઇટલ જીત્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં RCBએ દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. ટીમની આ સફળતાથી RCB મેન્સ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ખુશ હતો. 

તાજેતરમાં ઇંગ્લેન્ડથી ભારત પરત ફરેલા કોહલીએ RCB ચેમ્પિયન બનતાની સાથે જ સ્મૃતિ મંધાના સહિત સમગ્ર ટીમને વીડિયો કોલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. જેનો વિડીયો હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે. RCBની પ્રથમ ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલી ખુશ દેખાઈ રહ્યો હતો. વિડિયો કોલ દ્વારા ટીમને અભિનંદન આપવા ઉપરાંત, તેણે સોશિયલ મીડિયા પર પણ તેના ખૂબ વખાણ કર્યા. પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં RCBના ચેમ્પિયનનું પોસ્ટર શેર કરતી વખતે કોહલીએ ટીમને અભિનંદન આપ્યા અને લખ્યું 'સુપરવુમન'. એટલું જ નહીં, તેણે ટ્વીટ કરીને ટીમના વખાણ પણ કર્યા હતા.

એ વાત તો જાણીતી જ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીએ આ પહેલા કોઈ ટ્રોફી જીતી ન હતી. આરસીબી ત્રણ વખત આઈપીએલની ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ટ્રોફી જીતવાનું તેમનું સપનું હજુ અધૂરું છે. સ્મૃતિ મંધાનાની ટીમે WPL ટાઈટલ જીતીને કરોડો RCB ચાહકોને ખુશ કરી દીધા છે. 

વધુ વાંચો: ઐતિહાસિક: એક જ ટીમે તોડ્યાં આટલાં બધાં રેકોર્ડ્સ! WPLમાં પ્રથમવાર સર્જાઇ આવી ઘટના, જુઓ વિનર્સ લિસ્ટ

મહિલા પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં RCBની જીત બાદ વિરાટ કોહલી વીડિયો કોલ પર મહિલા ટીમ સાથે જોડાયો હતો. આ દરમિયાન વિરાટ કોહલીએ ટીમ સાથે ડાન્સ કર્યો હતો અને સ્મૃતિ મંધાના સહિત સમગ્ર ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલીનો મહિલા ટીમ સાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે ફેન્સ પણ આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ