VIDEO /
ખાખીવર્દી પર લાગ્યો હપ્તાખોરીનો ડાઘ : પોલીસે માર મારતા યુવાન વિફર્યો અને પછી જુઓ શું થયું
Team VTV10:54 AM, 17 Jun 21
| Updated: 05:00 PM, 17 Jun 21
જામનગર શહેર પોલીસની ફરી એકવાર આબરુ ગઈ છે.
જામનગર શહેરમાં વધુ એક શર્મજનક ઘટના
આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લઇ જવાનો વિડીયો વાયરલ
પોલીસ અધિકારીઓને આરોપી બેફામ અપશબ્દો બોલી રહ્યો છે
પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરતો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક આરોપી છે. જે પોલીસને બેફામ અપશબ્દો બોલી રહ્યો છે. બીજી તરફ પોલીસ મૌન છે. પણ એક પોલીસકર્મી આરોપીને માર પણ મારી રહ્યો છે.
હપ્તાખોરીનો ભાંડો ફુટ્યો
આરોપીનો આરોપ છે કે પોલીસ કર્મચારીઓ હપ્તો ઉઘરાવે છે. છતાં તેને માર માર્યો. એટલું જ નહીં પોલીસકર્મચારીએ તેને અપશબ્દો પણ બોલ્યા. જેથી આરોપી રોષે ભરાયો અને હપ્તાખોરીનો ભાંડો ફોડી નાખ્યો. હવે આ વીડિયો વાયરલ થયો છે અને પોલીસ હરકતમાં આવી ગઈ છે.
વીડિયો બનાવનારા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ
બફાટ કરી રહેલા આરોપી અને વીડિયો બનાવનારા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જોકે અહીં હપ્તા કોણ લે છે અને કયા એવા પોલીસકર્મચારીઓ છે. જે પોતાના ખિસ્સા ભરે છે. તે અંગે તપાસ થવી જોઈએ. સાથે જ આરોપીના આરોપમાં કેટલું સત્ય છે તે પણ ઉજાગર થવું જોઈએ.