બ્રેકિંગ ન્યુઝ
VTV / vegetarian woman murder husbandin the morning
Last Updated: 05:56 PM, 13 March 2022
ADVERTISEMENT
ત્રિપુરામાં એક મહિલાએ 50 વર્ષના પતિનું માથુ ધડથી અલગ કરીને મંદિરમાં ચડાવી દીધું હતું. હાલમાં એ સ્પષ્ટ થયું નથી કે, આ મહિલાએ આવું શું કામ કર્યું હશે. પણ તેના દિકરાએ પોલીસને જણાવ્યું કે, મા આખી જીંદગી શાકાહારી રહી છે, પણ ઘટનાને અંજામ આપતા પહેલા તેણે ચિકન ખાધું હતું અને સવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. મહિલા અને તેનો પરિવાર ખોવઈ જિલ્લાના ઈંદદિરા કોલોની ગામમાં રહે છે. પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. પરિવારમાં બે નાના બાળકો પણ છે. પોલીસે કેસ નોંધીને મહિલાની ધરપકડ કરી લીધી છે. પોલીસ તમામ પાસા તપાસી રહી છે.
ADVERTISEMENT
શાકાહારી મહિલાએ પતિને પતાવી દીધો
મહિલાની ઉંમર 42 વર્ષ છે. આ ઘટનાની જાણ દિકરાએ જ પોલીસને આપી હતી. શરૂઆતી પૂછપરછમાં દિકરાએ જણાવ્યું હતું કે, મારી મા હંમેશા શાકાહારી રહી છે, પણ કાલે રાતે તેણે ચિકન ખાધું હતું અને ત્યાર બાદ અમે બધાં સુઈ ગયા. સવારે અચાનક હું ઉઠ્યો અને જોયુ તો પિતાનું માથુ કપાયેલું હતું. મારી માતાના હાથમાં લોહીથી લથબથ હથિયાર જોઈને હું દંગ રહી ગયો, જ્યારે અમે રાડો પાડી તો, તે રૂમમાંથી બહાર નિકળી ગઈ, મારા પિતાનું માથુ લઈને મંદિરમાં જઈને મુકી આવી.
મહિલાની માનસિક સ્થિતિ ખરાબ
દિકરાએ આગળ જણાવ્યું કે, તેની માતા માનસિક રીતે બિમાર રહેતી હતી અને છેલ્લા કેટલાય દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. ઘટના બાદ મહિલાને પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધી હતી. અહીંથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ખોવાઈના પોલીસ અધિક્ષક ભાનુપદ ચક્રવર્તીના જણાવ્યા અનુસાર હત્યા પાછળનું કારણ હાલમાં જાણવા મળ્યું નથી. દંપત્તિનો મોટા દિકરાએ જણાવ્યું છે કે, તેની માતાની માનસિક સ્થિતિ સારી નથી અને હાલમાં જ તાંત્રિક પાસે તેમની સારવાર કરાવી છે. ફોરેંસિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પુરાવા એકઠા કર્યા હતા. હાલમાં આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.