vadodaras navrachana high schools student and family corona positive
મહામારી /
જેનો ડર હતો તે જ થયું ! વડોદરાની હાઇસ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, પ્રિન્સીપાલે લીધો તાબડતોબ આ નિર્ણય
Team VTV02:42 PM, 15 Dec 21
| Updated: 02:52 PM, 15 Dec 21
શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે, ત્યારે વડોદરામાં આવેલી નવરચના હાઇસ્કૂલમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કોરોનાની ચપેટમાં આવ્યો છે, જેથી વર્ગનું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરાયું
સંક્રમિત વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરાશે
વિદ્યાર્થીનો પરિવાર પણ કોરોના પોઝિટિવ
નવરચના હાઇસ્કૂલ દ્વારા વાલીઓને કરવામાં આવેલા વ્હોટ્સએપ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે ધો-8 માં ભણતો વિદ્યાર્થી અને તેના પરિવારજન કોરોના પોઝિટિવ આવ્યાં છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીએ છેલ્લે ગત શુક્રવારે ઓફલાઇન ક્લાસમાં હાજરી આપી હતી, જેથી આ ક્લાસના વિદ્યાર્થીઓ હવે આગામી આદેશ સુધી ઓનલાઇન શિક્ષણ જ મેળવી શકશે.
બીજી તરફ વડોદરાની નવરચના સ્કૂલના એક વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં વડોદરા પાલિકાની આરોગ્ય ટીમ હરકતામાં આવી ગઈ હતી. અને તુંરત સ્કૂલમાં સેનેટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. તેમજ આગામી દિવસોમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાશે
બાળકો માટે વેન્ટિલેટર સાથેના 10 બેડની વ્યવસ્થા ઊભી કરાઈ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોના ફેલાવાના ડર વચ્ચે વડોદરામાં તકેદારી રૂપે ગોત્રી હોસ્પિટલ ખાતે બાળકો માટે વેન્ટિલેટર સાથેનાં 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની બે લહેર બાદ રાજ્યમાં વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જોકે હજુ સુધી 18 વર્ષથી મોટા માટે જ વેક્સિન આવી નથી. જ્યારે બાળકનું વેક્સિનેશન બાકી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 4 કેસ નોંધાયા છે. જોકે વડોદરામાં ઓમિક્રોનનો હજુ સુધી એક કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે શહેરની ગોત્રી હોસ્પિટલમાં બાળકો માટે વેન્ટિલેટરની સુવિધાવાળા 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.