બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / vadodar An Activa driver accident led to a train of alcohol on the road
Mahadev Dave
Last Updated: 11:01 PM, 25 January 2023
ADVERTISEMENT
ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે વડોદરા શહેરમાં દારૂની પોલ ખોલતો વીડિયો સામે આવતા પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે. શહેરના ગોરવા વિસ્તારમાં એક્ટિવ ચાલકનો અકસ્માત થતા સ્કુટરમાં રહેલો વિદેશી દારૂની રોડ પર રેલમછેલ થઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં એક્ટિવામાં દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહેલા એક્ટિવા ચાલકને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન અકસ્માત થતાની સાથે જ સ્કુટરમાં રહેલો વિદેશી દારૂ રોડ પર ઢોળાતા ભોપારું છતું થયું હતું.
ADVERTISEMENT
અકસ્માત બાદ રોડ પર દારૂની રેલમછેલ
મહત્વનું છે કે દારૂ, ગાંજાના દુષણને લઈને વડોદરા પોલીસ અનેક વખત લોક રોષનો ભોગ બની છુકી છે. ત્યારે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારના 100 મીટરમાં જ રોડ પર દારૂ રેલાતા પોલીસ તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. 30 થી 40 જેટલા વિદેશી દારૂના ટીન રોડ પર જોવા મળ્યા હતા. આ જોઈ સ્થાનિક લોકોમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.