V Anantha Nageswaran appointed as cheif economic advisor of india
BIG NEWS /
બજેટ અગાઉ મોદી સરકારનો મોટો નિર્ણય, અમદાવાદમાં ભણેલા અનંત નાગેશ્વરન મુખ્ય આર્થિક સલાહકાર પદે નિયુક્ત
Team VTV07:09 PM, 28 Jan 22
| Updated: 07:18 PM, 28 Jan 22
ભારત સરકારના નાણામંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે IIM Ahmedabad માંથી ભણેલા V Anantha Nageswaran ની નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડૉ. વી. અનંત નાગેશ્વરનની મુખ્ય આર્થિક સલાહકાર પદે નિયુક્તિ
લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે જાણીતા
IIM Ahmedabad માંથી ભણ્યા
મોદી સરકારે ડૉ. વી. અનંત નાગેશ્વરનને મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે અને આજે તેમણે પદ સંભાળ્યું છે. નાણામંત્રાલયે આ જાણકારી આપી હતી.
લેખક, શિક્ષક અને સલાહકાર
આ નિમણૂક પહેલા, ડૉ. નાગેશ્વરન લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે ભારત અને સિંગાપોરની ઘણી બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં શિક્ષણકાર્ય ઉપરાંત લેખન પણ વ્યાપક રીતે કર્યું છે અને પોતાની એક્સપરર્ટઈઝ સાબિત કરી ચૂક્યા છે.
Government appoints Dr V. Anantha Nageswaran as the Chief Economic Advisor and today, he has assumed charge.
વી. અનંત નાગેશ્વરન IFMR ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના ડીન અને બીજી ઘણી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિશિષ્ટ વિઝિટિંગ પ્રોફેસર રહી ચૂક્યા છે.
IIM Ahmedabad માંથી ભણ્યા
તેઓ 2019 થી 2021 સુધી ભારતના વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ટેમ્પરરી સભ્ય પણ રહ્યા છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે.
બજેટ અગાઉ મોટી જાહેરાત
વી. અનંત નાગેશ્વરનને એવા સમયે મુખ્ય આર્થિક સલાહકાર બનાવવામાં આવ્યા છે જ્યારે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી 2022થી શરૂ થઈ રહ્યું છે. અને એના પહેલા જ દિવસે, આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે, જે તૈયાર કરવાની જવાબદારી મુખ્ય આર્થિક સલાહકારની છે.