uttarakhand glacier burst state government issues high alert helpline number
જળ પ્રલય /
શું તમારા સ્વજનો ઉત્તરાખંડ દુર્ઘટનામાં ફસાયા છે? સરકારે જાહેર કરેલ આ હેલ્પલાઇન નંબર પર કરો કોલ
Team VTV03:24 PM, 07 Feb 21
| Updated: 03:42 PM, 07 Feb 21
ઉત્તરખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગ્લેશિયર ફાટ્યા બાદ હોનારત જેવી સ્થિતિ છે. જો કે, આ ઘટના બાદ રાહત કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
ઉત્તરખંડમાં ગ્લેશિયર ફાટ્યો
સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠમાં ગ્લેશિયર ફાટવાના કારણે આસપાસના વિસ્તારોમાં પૂરનો માહોલ સર્જાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે લોકોને ધીરજ રાખવા અપીલ કરી છે.
If you are stranded in affected areas and you need any help. Please contact Disaster Operations Center number 1070 or 9557444486: Uttarakhand CM Trivendra Singh Rawat
ગ્લેશિયર તૂટવાના કારણે અલકનંદા અને તેની સહાયક નદીઓમાં અચાનક પૂર આવ્યા બાદ સરકારે ગઢવાલ ક્ષેત્રમાં એલર્ટ જારી કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને મદદ માટે હેલ્પલાઈન નંબર પણ ખોલવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે અસરગ્રસ્તો હેલ્પલાઇન નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરીને મદદ મેળવી શકે છે.
જલ-પ્રવાહનો વિકારાળ રુપ જોવા મળી રહ્યો છે
સમાચાર એજન્સી એએનઆઈએ એક વીડિયો રજૂ કર્યો છે, જેમાં ગ્લેશિયરના તૂટ્યા બાદ જલ-પ્રવાહનો વિકરાળરુપ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેની ગામ પાસે ધોલીગંગામાં જલ પ્રવાહ વધી ગયો છે. વીડિયોમાં ધૌલીગંગામાં પૂરનાં ભયાવહ દૃશ્યો જોવા મળે છે. જાણવા મળી રહ્યું છે કે નદી કિનારે ઘણાં ઘરો નષ્ટ થઈ ગયા છે. અમુક લોકો ઘાયલ થયા હોવાનાં પણ સમાચાર મળી રહ્યા છે.
આઈટીબીપીનાં જવાનો ઘટના સ્થળે પહોંચવા રવાના
આ ઘટના સ્થળે બચાવ કાર્ય માટે ઘણાં આઈટીબીપીનાં જવાન નીકળી ગયા છે. હાલ ત્યાં સ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ નથી થઈ રહી અને નુક્સાનનો પણ અંદાજ સામે નથી આવી રહ્યો. પણ જેવી રીતે આપદાની ખબર આવી રહી છે તે ખૂબ વિકરાળ બની શકે તેવી શક્યતા છે. જાણવા મળી રહ્યુ છે કે, પહાડી પર ગ્લેશિયરનો એક ભાગ તૂટીને ડેમ પર પડ્યો. જેનાં લીધે જેમનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થવાને લીધે ડેમનું પાણી ઝડપથી અલકનંદા નદીમાં જઈ રહ્યુ છે. અલકનંદા નદીનો પ્રવાહ વધવાને લીધે કેન્દ્રિય જલ આયોગે પોતાની દરેક ચોકીઓને એલર્ટ પર રાખી છે. ઋષિકેશ તથા હરિદ્વારમાં 6થી 7 કલાકની અંદર આ પાણી પહોંચી શકે તેવો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.
150થી વધુ લોકો તણાયાની આશંકા
ઉલ્લેખનીય કે, જોશીમઠની આજુબાજુનો વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવે આ દરમિયાન કહ્યું છે કે ગ્લેશિયર ધસી પડવાની દુર્ઘટનામાં 100 થી 150 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. અગાઉ, સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ ઘટનામાં 10,000 થી વધુ લોકોની અસર થાય છે.
PM મોદી તથા અમિત શાહ સ્થિત મુદ્દે કરી રહ્યા છે સમીક્ષા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે વર્તમાન સ્થિતિ મુદ્દે જાણકારી મેળવી રહ્યા છે. તેમણે મુખ્યમંત્રીને રાહત અને બચાવ કાર્ય વિશે સંભવિત જાણકારી હાંસલ કરી હતી. તથા એરલિફ્ટ દ્વારા NDRFની ટીમ પણ રવાના કરવાના આદેશ આપ્યા છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસી કાર્યકરોને બચાવ કામગીરીમાં જોડાવાની કરી અપીલ
ચમોલીમાં ડેમ તૂટવાનો મામલે કોંગ્રેસના પીઢ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યકત કર્યુ હતું. આ સાથે જ તેમણે કોંગ્રેસના કાર્યકરોને રાહત કાર્યમાં જોડાવાની અપીલ પણ કરી હતી તથા રાજ્ય સરકાર તમામ અસરગ્રસ્તોને સહાય કરે તેવી વિનંતી પણ કરી હતી. સમગ્ર ઘટના મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉત્તરાખંડની જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરેલ.
રાહત કાર્ય પૂરજોશમાં
પ્રાથમિક માહિતી અનુસાર, આ હોનારતથી 10,000 લોકો પ્રભાવિત થયાં હોવાની પણ માહિતી મળી રહી છે. તેમાં એવા લોકો પણ છે જે નદીના કાંઠે રહેતા હતા. વળી, એવા મજૂરો પણ છે જે ડેમમાં કામ કરતા હતા. આઇટીબીપી ઉત્તરાખંડ પોલીસ નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ સ્થળ પર રવાના થઈ છે.
શું બની ઘટના?
ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. રાજ્યના ચમોલીમાં ગ્લેશિયર તૂટી પડતા તબાહી મચી હતી. જિલ્લાના રેણી ગામ નજીક આ ગ્લેશિયર તૂટી પડ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થયાં છે, સ્થાનિક વહીવટી તંત્રને સમાચાર મળતા જ ઘટના સ્થળે રાહત કામગીરી પહોંચાડવા તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોના ઘરને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.