અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગ, 13 લોકોના મોત, અનેક ગંભર રીતે ઘાયલ

By : vishal 05:30 PM, 08 November 2018 | Updated : 05:30 PM, 08 November 2018
અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં 13 લોકોનાં મોત થયાં છે. મળતી માહિતી પ્રમાણે, લૉસ એન્જિલિસ વિસ્તારમાં આવેલ બારમાં એક બંદૂકધારી ધસી આવ્યો હતો અને તેણે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું.

અંદાજીત 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં 13 લોકોનાં મોત થયાં છે. જ્યારે અનેક લોકો ગંભર રીતે ઘાયલ થયાં છે. એવી પણ માહિતી છે કે, બારમાં કોલેજના વિદ્યાર્થીઓની પાર્ટી ચાલી રહી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા.

જોકે પોલીસને હુમલાવરને ઠાર મારવામાં સફળતા મળી છે. જ્યારે ઘાયલ લોકોને સારવારઅર્થે ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, વિદ્યાર્થીઓની પાર્ટી વખતે અચાનક ફાયરિંગ થયું હતું. મળતી માહિતી મુજબ 13 લોકોનાં મોત થયાં છે. જ્યારે અનેક લોકો ગંભર રીતે ઘાયલ થયાં છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story