બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / US-China trade war offers opportunity for Indian manufacturers in export market Piyush Goyal

તૈયારી / પીયૂષ ગોયલે ઇન્ડસ્ટ્રીઝને કડક પગલા માટે તૈયાર રહેવા કહ્યું, ટ્રેડ વોરને બતાવી તક

Divyesh

Last Updated: 10:20 AM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રના વાણિજય તેમજ ઉદ્યોગ અને રેલ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે ઉદ્યોગ જગતના લોકોને મુક્ત વેપાર સમજૂતિ (FTA) થી ડરવાની જરૂર નથી અને દૂનિયાનો સામનો આત્મવિશ્વાસથી કરવાની જરૂર છે. વૈશ્વિક વેપારમાં પોતાની હાજરી વધારવી હોય તો કડક નિર્ણયો માટે તૈયાર રહેવું પડશે.

  • નિકાસકારોને સસ્તી લોન આપવાની તૈયારી
  • ટ્રેડ વોર આપણા માટે તક સમાન
  • વિદેશી રોકાણકારો માટે ઉદ્યોગનીતિને આકર્ષક બનાવાશે

બોર્ડ ઓફ ટ્રેડની બીજી બેઠકને સંબોધન કરતાં દિલ્હીમાં ગુરૂવારે પીયૂષ ગોયલે કહ્યું કે જરૂરી નથી કે બધા આયાત ખરાબ હોય અને આપણે જરૂરી અને બિનજરૂરીને અલગ કરી આયાતની મંજૂરી આપવી પડશે જેના કારણે દેશની જનતાની મદદ થઇ શકે.

 

Piyush Goayl - File Photo



કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલનું મુક્ત વેપાર સમજૂતિ અંગનો સકરાત્મક સંકેત એવા સમયે આવ્યો છે જ્યારે પૂર્વી દુનિયાના 16 દેશનું પ્રતિનિધિત્વ એક મોટા વેપારિક સમજૂતિ - ધ રીજનલ કૉમ્પ્રીહેન્સિવ ઇકોનૉમિક પાર્ટનરશીપ (RCEP)ને અંતિમ સ્વરૂપ આપવાને લઇને 14-15 સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે એક બેઠક યોજાવા જઇ રહી છે.

પિયૂષ  ગોયલે કહ્યું કે વૈશ્વિક વેપારમાં આપણી ઉપસ્થિતિ વધારવા માટે દેશના ઉદ્યોગકારો કડક પગલાનો સામનો કરવા તૈયાર રહે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો ભારત ટેલીકોમ્યુનિકેશન ડિવાઇસ આયાતને લઇને દુનિયા સાથે સંપર્ક રાખવાની સક્રિયતા ન રાખી હોત તો આજે ટેલિકોમ ક્રાંતિ લાવવી શક્ય ન બનત.

 

Piyush Goyal - File Photo


નિકાસકારોને સસ્તી લોન આપવાની તૈયારી

ભારતના નિકાસમાં તેજી લાવવા સરકાર એક જીવંત કાર્યક્રમની શરૂઆત કરવાની તૈયારી કરી રહી છે. જેમાં નિકાસકારોને 4 ટકાથી પણ ઓછા વ્યાજ દર પર વિદેશી મુદ્રામાં લોન ઉપલબ્ધ કરવામાં આવશે. આ ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગકારોને આપવામાં આવશે. 

પીયૂષ ગોયલે કહ્યું કે અમે આપાણી ઔદ્યોગિક અને વિદેશ વેપારની નીતિને અંતિમ સ્વરૂપ આપી રહ્યાં છીએ. અમે નાણાં મંત્રાલયની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. જેથી વિદેશી રોકાણકારો માટે ઉદ્યોગનીતિને આકર્ષક બનાવી શકાય.

ટ્રેડ વોર આપણા માટે તક સમાન

આ વર્ષે નિકાસમાં ખાસ વધારો થયો નથી. પીયૂષ ગોયલે કહ્યું કે અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના વિવાદના કારણે ભારત માટે નિકાસની સંભાવના ઘણી છે. જેને લઇને ભારતના ઉત્પાદકોની સામે આ વાતની તક ઉપલબ્ધ થઇ છે કે પોતાના નિકાસને અમેરિકા અને ચીનમાં વધારે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીને એકબીજાના તમામ ઉત્પાદનોના આયાત પર ભારે ટેરિફ લગાવી રાખ્યાં છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

America China India Trade war piyush goyal ટ્રેડ વોર પીયૂષ ગોયલ ભારત Piyush Goyal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ