ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Upay Of Friday To Get Blessings Of Maa Laxmi

કામની વાત / ઘરમાં રૂપિયાની તંગી દૂર કરી અઢળક સુખ-સમૃદ્ધિ જોઈએ તો, શુક્રવારે મા લક્ષ્મીના આ 5 ઉપાય કરો

Published By: Noor

Last Updated: 12:25 PM, 4 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર અઠવાડિયાના બધાં દિવસો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. અઠવાડિયાના દરેક દિવસે કોઈ એક દેવતાની પૂજા કરીને સારું ફળ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવામમાં આવે છે. ત્યારે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દેવી લક્ષ્મી એ ધન અને સંપત્તિની દેવી છે. દરેક વ્યક્તિ મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગે છે. જેથી લક્ષ્મી માતા તેની પર ધનવર્ષા કરે અને તેના જીવનના દુઃખો દૂર થાય. જેથી આજે અમે તમને એવા ખાસ 5 ઉપાય જણાવીશું, જેને કરી લેવાથી માતા લક્ષ્મી તમારી પર કૃપા દ્રષ્ટિ રાખશે.

ADVERTISEMENT

  • ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો ચિંતા છોડો
  • દર શુક્રવારે મા લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન
  • ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધન

શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. માતાની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં થાય. સવારે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં માતાનું ધ્યાન કરો. શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવી લો.

હિન્દુ ધર્મમાં મંત્ર જાપનું ખૂબ જ મહત્વ રહેલું છે. માતા લક્ષ્મીના આ મંત્રનો 108 વાર જાપ કરવાથી માતા ખૂબ પ્રસન્ન થાય છે. મંત્રઃ ॐ श्रीं श्रीये नम:

મા લક્ષ્મી એવા ઘરોમાં પ્રવેશ કરતી નથી જ્યાં લડાઇ-ઝઘડા અથવા અશાંતિનું વાતાવરણ હોય. જ્યાં પ્રેમ અને શાંતિ હોય એવા ઘરમાં મા લક્ષ્મી સદાય વાસ કરે છે.

મા લક્ષ્મીનો એક રૂપ અન્ન પણ છે. જેથી દરેકે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ક્યારે અન્નનો બગાડ ન થાય. હમેશાં ધ્યાન રાખવું કે અન્નનો ક્યારેય અપમાન ન થાય. નહીં તો લક્ષ્મીજી રિસાઈ જશે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ નહીં આવે. 

દર શુક્રવારે તમારી યોગ્યતા અનુસાર દેવી લક્ષ્મીને ખીર, દાડમ, પાન, સફેદ કે પીળી મીઠાઈ, મખાણા, સિંઘાડા, પતાશા વગેરે અર્પણ કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Blessings Maa Laxmi Upay Important Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ