બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / unseasonal rain in Gujarat march 2020
Last Updated: 09:36 AM, 6 March 2020
ADVERTISEMENT
રાજ્યમાં હવામાન વિભાગે વાતાવરણ પલટાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે આજે ફરી પણ અમદાવાદમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યુ. ગુરૂવારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો..ત્યારે આજે પણ ફરી એક વખત વરસાદ આવે તેવી શક્યતા છે.
સુરતમાં ધોધમાર વરસાદ
ADVERTISEMENT
રાજ્યમાં ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે પણ સુરતમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણના પલટા સાથે અડાજણ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો સાથે જ કમોસમી વરસાદથી રોગચાળો વકરવાની પણ દહેશત છે.
નવસારી શહેરમા અચાનક વાતાવરણમાં પલટો
નવસારી શહેરમા અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર પથકમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી સહિતના તમામ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. કમોસમી વરસાદને કારણે ડાંગર, શેરડી, ચીકુ જેવા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે
સાબરકાંઠામાં રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ
સાબરકાંઠામાં રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો છે. હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
વલસાડમાં કેરીનો પાક બગડ્યો
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું. વાપી પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાનીની ભીતી સેવાઈ રહી છે. ઉનાળાની સીઝનમાં જિલ્લામાં વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT