બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / અન્ય જિલ્લા / Unjha MLA Dr. Asha Patel's last yatra tomorrow morning, funeral in Siddhpur

આશા'દીપ'બુઝાયો / ઊંઝાના ધારાસભ્ય ડો આશા પટેલની અંતિમ યાત્રા કાલે સવારે,સિદ્ધપુરમાં અંતિમ સંસ્કાર

Mehul

Last Updated: 07:42 PM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભામાં ઊંઝા મત વિસ્તારના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલના નિધનથી ઉત્તર ગુજરાત શોકાતૂર, અંતિમ સંસ્કાર આવતી કાલે સિદ્ધપુરમાં

  • ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલનું નિધન 
  • APMC ઊંઝામાં  પાર્થિવ દેહ દર્શનાર્થે 
  • સોમવારે સવારે 8 વાગ્યે અંતિમયાત્રા  

ઊંઝાના MLA આશાબેન પટેલનું ડેન્ગ્યૂની સારવાર દરમિયાન નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે સિદ્ધપુરમાં કરવામાં આવશે. આશાબેનને ડેન્ગ્યૂ થતા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 48  કલાકથી વધુની સારવાર કારગત નહોતી નીવડી. ડોક્ટરોએ જણાવ્યું કે તેમના મલ્ટી ઓર્ગન ફેઈલ થઈ ગયા હતા.રવિવારે બપોર પહેલા જ તેમનું નિધન થયું હતું.  ડો.આશા પટેલ સારવાર દરમિયાન હતા ત્યારે જ મુખ્યમંત્રી,પૂર્વ મુખ્યમંત્રી સહિતના નેતાઓએ તેમની ખબર કાઢવા હોસ્પિટલ પણ ગયા હતા.આશાબેન થોડા દિવસો પહેલા દિલ્લીની મુલાકાતે ગયા હતા ત્યાંથી પરત આવ્યા બાદ તેમને ડેન્ગ્યૂ થયો હતો.અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનુ નિધન  થયુ હતુ.આવતી કાલે સવારે સાડા આઠ વાગે તેમની અંતિમ યાત્રા નીકળી અને 10 વાગ્યાની આસપાસ સિદ્ઘપુરના સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં  આવશે

કેવો રહ્યો આશાબેન પટેલનો કાર્યકાળ 

અહીં ઉલ્લેખનિય છે કે મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકથી ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ કડવા પાટીદારનો શિક્ષિત યુવા ચહેરો છે. તેઓએ એશિયના સૌથી મોટી ઊંઝા APMCમાં પોતાની સમર્થનવાળી પેનલને વિજેતા બનાવી ઊંઝા APMCમાં નારણ પટેલના દબદબાને ખતમ કર્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નારણ પટેલને આપી કોંગ્રેસની ટિકિટ પર વિજેતા બન્યા હતા. જ્યારે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા તેમણે પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી છે. અને આશા પટેલના સમર્થનને કારણે દિનેશ પટેલ ઊંઝા APMCના ચેરમેન બન્યા છે. 

ઊંઝા APMCમાં પણ તેઓએ દબદબો 

2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશા પટેલે કોંગ્રેસ છોડીને 2019માં   ભાજપમાં પ્રવેશ કર્યો હતો.કોંગ્રેસમાં કહેવાતી અવગણનાથી તેઓ નારાજ હતા. કોંગ્રેસમાં આંતર વિગ્રહ,જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. પાછળથી ભાજપે ઊંઝાથી જ ડો.આશા પટેલને ટીકીટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. બાદમાં ઊંઝા APMCમાં પણ તેઓએ દબદબો બનાવવામાં સફળતા મેળવી હતી. એટલું જ નહીં પાટીદાર આંદોલન વખેત પણ તેઓની સક્રિય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

અમદાવાદ ઝાયડ્સ હોસ્પિટલમાં આશાબેન પટેલનું નિધન 

મહત્વનું છે કે આજે MLA આશા પટેલની તબિયત નાજૂક થતા સી.આર.પાટીલ સહિત ભાજપના નેતાઓએ આશાબેનને પૂછ્યા ખબર અંતર પૂછ્યા હતા. આશાબેનની સવારે તબિયત સારી હતી પરતું બપોર બાદ સ્થિતિ બગડી હતી તબીબોના મતે આશાબેન બોડી રિસ્પોન્સ ઓછો કરી રહ્યા હતા તેવુ સી.આર. પાટીલે જણાવ્યું હતું જ્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્લેટલેટ્સ કાઉન્ટ પણ 30 હજારથી વધુ થયા હતા બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી રહ્યું હતું લીવરમાં એસ.જી.પી.ટી. કાઉન્ટ પણ વધ્યા હતા   આશાબેન પટેલનું શરીર રિસ્પોન્ડ કરી રહ્યું હતું   મહત્વનું છે કે ગઈ કાલે CM ભૂપેન્દ્ર પટેલે ઝાયડ્સ હોસ્પિટલમાં આશાબેન પટેલના ખબરઅંતર પૂછ્યા હતા, આજે બપોર બાદ તેઓની એકાએક તબિયત ફરી લથડતા તેમનું નિધન થયું છે. જેને લઈ ગુજરાતના રાજકારણમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

કોણ હતા આશાબેન પટેલ?

મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકથી ભાજપના ધારાસભ્ય રહ્યાં
2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર બન્યા હતા વિજેતા
2017માં ભાજપના દિગ્ગજ નારણ પટેલને આપી હતી મ્હાત
2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા
પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી
એશિયાની સૌથી મોટી ઊંઝા APMCમાં પોતાની સમર્થનવાળી પેનલને વિજેતા બનાવી
ઊંઝા APMCમાં નારણ પટેલના દબદબાને ખતમ કર્યો
આશા પટેલના સમર્થનને કારણે દિનેશ પટેલ ઊંઝા APMCના ચેરમેન બન્યા
મહેસાણા જિલ્લામાં કડવા પાટીદારનો શિક્ષિત યુવા ચહેરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ