આજના સમયમાં આધાર કાર્ડ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. હાલમાં નકલી આધાર કાર્ડના અમુક મામલા સામે આવ્યાં છે.
તમારું આધાર કાર્ડ અસલી છે કે નહીં?
ઓનલાઈન અને ઑફલાઈન બંને રીતે તમે જાણી શકો છો
માઈ આધાર ડૉટ યુઆઈડીએઆઈ ડૉટ ઈન પર જઇને કરી શકો છો વેરિફાઈ
યુઆઈડીએઆઈએ આધાર ફ્રોડથી બચાવવા માટે સલાહ આપી
આધાર નંબર જાહેર કરનારી સંસ્થા યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા એટલેકે યુઆઈડીએઆઈએ આધાર ફ્રોડથી બચાવવા માટે સલાહ આપી છે. તમારું આધાર કાયદેસર છે કે નહીં, ઓનલાઈન અને ઑફલાઈન બંને રીતે તમે તેની સરળતાથી જાણકારી મેળવી શકો છો. યુઆઈડીએઆઈએ કહ્યું છે કે તમારું આધાર ઑનલાઈન વેરિફાઈ થઇ શકે છે. આધાર કાર્ડધારકની ઉંમર, જેન્ડર, રાજ્ય અને મોબાઈલના અંતિમ ત્રણ પોઈન્ટ વિશે 'માઈ આધાર ડૉટ યુઆઈડીએઆઈ ડૉટ ઈન' પર જઇને વેરિફાઈ કરી શકાય છે.
ક્યુઆર કોડ પરથી જાણકારી વેરિફાઈ કરી શકાય છે
જ્યા સુધી ઑફલાઈન વેરિફિકેશનનો સવાલ છે, આધાર કાર્ડના ક્યુઆર કોડ પરથી જાણકારી વેરિફાઈ કરી શકાય છે. ભલે તમારા આધાર કાર્ડની સાથે છેડછાડ થઇ હોય. પરંતુ ક્યુઆર કોડની માહિતી સુરક્ષિત છે. ક્યુઆર કોડને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર તૈયાર આધાર ક્યુઆર સ્કેનર એપ દ્વારા વાંચી શકાય છે. હાલમાં યુઆઈડીએઆઈએ માર્કેટમાં તૈયાર કરવામાં આવેલા PVCC Aadhar Card પર પ્રતિબંધ લગાવ્યો છે.
આ રીતે કરો વેરિફાઈ
સૌથી પહેલાં તમારે આ લિંક પર uidai.gov.in ક્લિક કરવાનું રહેશે.
આ સાઈટ પર ઘણા ઓપ્શનમાંથી તમારે My Aaddhaar પર ક્લિક કરવાનુ રહેશે.
અહીં ઘણી સર્વિસ યાદીમાંથી તમે Verify an Aadhaar numberની પસંદગી કરો.
હવે આધાર કાર્ડ પર આપવામાં આવેલા 12 અંકનો આધાર નંબર એન્ટર કરવાનો છે.
ડિસ્પ્લેમાં દેખાઈ રહ્યું છે તે કેપ્ચાને એન્ટર કરો. આ પછી વેરિફાઈ બટન પર ક્લિક કરો.
જો તમારો આધાર નંબર સાચો છે તો એક નવું પેજ ઓપન થશે.
અહીં તમને તમારો આધાર નંબર દેખાડતો એક મેસેજ મળશે. કે તમારો આધાર નંબર 9908XXXXXXXX છે.
આ પછી તેની નીચે તમારી ઉંમર, તમારી જાતિ, તમારા રાજ્યનું નામ પણ જોવા મળશે.
આ રીતે તમે જાણી શકો છો કે તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી.