uae government moves to four and half day working week
નિર્ણય /
કર્મચારીઓને મોટી રાહત! આ દેશમાં હવે સાડા ચાર દિવસનું જ અઠવાડિયું, કારણ જાણીને લાગશે નવાઈ
Team VTV04:58 PM, 07 Dec 21
| Updated: 05:47 PM, 07 Dec 21
સંયુક્ત આરબ અમીરતે એક ઐતિહાસિક નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે.
સંયુક્ત આરબ અમીરતનો ઐતિહાસિક નિર્ણય
વર્કિંગ વીક 5 દિવસનું ઘટાડીને 4.5 દિવસનું કર્યું
શુક્રવાર બપોર બાદ વિકેન્ડની થશે શરૂઆત
મળતી જાણકારી પ્રમાણે આરબ અમીરાત સરકારે વર્કિંગ વીક 5 દિવસનું ઘટાડીને 4.5 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું કે, શુક્રવાર બપોરથી વિકેન્ડની શરૂઆત થશે જે શનિવાર અને રવિવાર સુધી યથાવત રહેશે.
સંયુક્ત આરબ અમીરાતનો મોટો નિર્ણય
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે,સંયુક્ત આરબ અમીરાત દુનિયાનો એવો દેશ છે જેણે ગ્લોબલ 5 દિવસ અઠવાડિયાથી ઓછા રાષ્ટ્રીય કાર્ય સપ્તાહની શરૂઆત કરેલી છે.
જાન્યુઆરી 2022થી અમલીકરણ
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2022થી ઓફિસોમાં નેશનલ વર્કિંગ વીક ફરજીયાત બનશે. આ નિર્ણય લેવાનો અર્થ લોકોના જીવનમાં વર્ક-લાઈફ બેલેન્સ અને આર્થિક પ્રતિસ્પર્ધામાં સુધારો કરવાનો છે.
શુક્રવાર
શુક્રવાર બપોર બાદ વિકેન્ડની થશે શરૂઆત
રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, સંયુક્ત આરબ અમીરતા ખાડીનો એકમાત્ર દેશ બની જશે જ્યાં શનિવારે અને રવિવારે સંપૂર્ણ રજા હશે. અરબ દુનિયાની બહાર એવું નથી પરંતુ સંયુક્ત આરબ અમીરાત પણ આ રસ્તે જ ચાલ્યું છે. સંયુક્ત આરબ અમીરાતમાં હવે શુક્રવારે બપોરે અઠવાડિયું પૂર્ણ થશે કારણ કે મુસ્લિમ દેશોમાં આ પ્રાર્થના માટેનો દિવસ હોય છે.